ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદાઓમાં ૨૩,૮૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૪,૦૭૫ ગાંસડીના સ્તરે

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં ચાલુ રહેલો તેજીનો દોર: બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ: સીપીઓમાં સુધારો: કપાસ, રૂ, મેન્થા તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૮૪૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૯૨૭૦૫ સોદામાં રૂ.૧૨૮૪૩.૫૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો દોર ચાલુ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં ૨૩,૮૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૪,૦૭૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. સીપીઓના વાયદામાં સુધારા સામે કપાસ, રૂ, મેન્થા તેલમાં નરમાઈ રહી હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૨૧૩૫ સોદાઓમાં રૂ.૬૫૫૩.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૩૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૭૦૦ અને નીચામાં રૂ.૫૧૩૩૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૭ વધીને રૂ.૫૧૬૭૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૩૧૯ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૪૩ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૩ વધીને બંધમાં રૂ.૫૧૪૭૨ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૩૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૮૨૦ અને નીચામાં રૂ.૭૦૦૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦૨ વધીને રૂ.૭૦૭૩૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૭૨૨ વધીને રૂ.૭૦૬૩૮ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૭૦૪ વધીને રૂ.૭૦૬૦૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૫૫૪૮ સોદાઓમાં રૂ.૨૪૪૨.૭૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૬૦ અને નીચામાં રૂ.૩૪૬૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧ વધીને રૂ.૩૫૪૫ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૪૫૮૬ સોદાઓમાં કુલ રૂ.૫૫૦.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૧૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૮૦ અને નીચામાં રૂ.૨૦૯૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૨૧૧૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૬૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯.૧ વધીને બંધમાં રૂ.૯૯૧.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૫.૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૭.૫ અને નીચામાં રૂ.૯૯૪ રહી, અંતે રૂ.૯૯૫.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૯.૫ અને નીચામાં રૂ.૧૨૧૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૨૧૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૨૫૪ સોદાઓમાં કુલ રૂ.૨૮૦૦.૩૬ કરોડ ની કીમતનાં ૫૪૩૭.૪૭૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૨૮૮૧ સોદાઓમાં કુલ રૂ.૩૭૫૨.૮૭ કરોડ ની કીમતનાં ૫૩૨.૯૫૩ ટન, ક્રૂડ તેલમાં ૭૬૧૫ સોદાઓમાં રૂ.૪૨૭.૭૩ કરોડનાં ૧૨૨૦૦૦૦ બેરલ્સ, કોટનમાં ૬૮૩ સોદાઓમાં રૂ.૫૦.૪૨ કરોડનાં ૨૩૮૫૦ ગાંસડી, સીપીઓમાં ૩૮૨૩ સોદાઓમાં રૂ.૪૯૬.૬૬ કરોડનાં ૫૦૬૫૦ ટન, મેન્થા તેલમાં ૨૩ સોદાઓમાં રૂ.૨.૪૮ કરોડનાં ૨૪.૮૪ ટન, કપાસમાં ૨૬ સોદાઓમાં રૂ.૭૦.૪૯ લાખનાં ૧૧૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૨૦૩.૭૮૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૭૦.૭૨૯ ટન, ક્રૂડ તેલમાં ૨૦૦૭ બેરલ્સ, કોટનમાં ૧૨૪૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૮૭૪૯૦ ટન, મેન્થા તેલમાં ૧૪૯.૦૪ ટન અને કપાસમાં ૩૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૫ અને નીચામાં રૂ.૩૫૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૨ અને નીચામાં રૂ.૩૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૬.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૭૫૦ અને નીચામાં રૂ.૩૫૯૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૯૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૦૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૦૬ અને નીચામાં રૂ.૩૫૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૯.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૯.૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૪.૫ અને નીચામાં રૂ.૬૬.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯.૩ અને નીચામાં રૂ.૯૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮.૮ બંધ રહ્યો હતો.

- text