MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 525 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 538 પોઈન્ટની મૂવમેન્ટ

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૧૭ અને ચાંદીમાં રૂ.૭૫૮નો સાપ્તાહિક ધોરણે ઘટાડો
ક્રૂડ તેલ, કપાસ, કોટનમાં પણ નરમાઈનો માહોલ : સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૮થી ૨૪ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈ રહી હતી. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૫૮ ઘટ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનના વાયદા ઘટવા સામે સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો વાયદાના ભાવમાં રહ્યો હતો.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૬૪૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૬,૦૩૦ અને નીચામાં ૧૫,૫૦૫ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૫૨૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૬૦ પોઈન્ટ ઘટી ૧૫,૬૨૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૯૪૧ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૫૩૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૮૪ પોઈન્ટ ઘટીને ૧૩,૬૮૮ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૩૧૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૦૦૯ અને નીચામાં રૂ.૪૯,૬૮૦ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૩૧૭ના ભાવઘટાડા સાથે રૂ.૫૦,૦૭૩ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૩૧૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૪૪ના ઘટાડા સાથે રૂ.૩૯,૮૨૭ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૨૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૪ ઘટી બંધમાં રૂ.૪,૯૬૨ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૧૧૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૦,૭૧૬ અને નીચામાં રૂ.૪૯,૪૬૫ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૭૬ ઘટી બંધમાં રૂ.૪૯,૭૮૭ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૯૬૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૧,૬૫૦ અને નીચામાં રૂ.૬૫,૬૦૪ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૭૫૮ના ભાવઘટાડા સાથે રૂ.૬૭,૫૦૭ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૧૭૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૧૬ની નરમાઈ સાથે રૂ.૬૭,૪૭૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૧૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૦૬ના ઘટાડા સાથે બંધમાં રૂ.૬૭,૪૭૭ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૫૭૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૬૩૯ અને નીચામાં રૂ.૩,૪૧૯ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૫ ઘટી બંધમાં રૂ.૩,૫૫૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૫.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૪૦ ઘટી રૂ.૧૮૭.૫૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૧૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૭ ઘટી રૂ.૧,૧૮૧.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૬૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૬૮૦ અને નીચામાં રૂ.૧૯,૮૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૭૦ના ભાવઘટાડા સાથે રૂ.૨૦,૩૦૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ડિસેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૩૨.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૧.૩૦ વધી રૂ.૯૫૮.૫૦ના ભાવે બંધ થયો હતો.

- text