- text
હળવદ: હળવદ તાલુકાના ચાડધ્રા અને મીયાણી ગામના ખેડૂતોએ આજે હળવદ ખાતે આવેલ નર્મદા વિભાગની ઓફિસ ખાતે કેનાલનું પાણી આપવા ઉગ્ર માંગ કરી હતી. હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ થકી ૧૯-નંબર શાખા કેનાલ છેક અજીતગઢ સુધી લંબાવવામાં આવી છે જેથી વચ્ચે આવતા ગામોના ખેડૂતો પાણી લઈ શકે પરંતુ આ શાખા કેનાલ નું પાણી રાયશીંગપુર સુધી જ પહોચતુ હોવાને કારણે ચાડધ્રા અને મિયાણીના ખેડૂતોને પાણી ન મળતું હોય જેથી હાલ ખેડૂતોએ જીરૂ,ઘઉં,રાયડા સહિત શીયાળુ પાકનું વાવેતર કર્યું છે પરંતુ છેલ્લા એકાદ મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોએ આજે હળવદ શહેરમાં આવેલ નર્મદા વિભાગની ઓફિસ ખાતે દોડી આવી હોબાળો મચાવ્યો હતો. સાથે જ માંગ પણ કરી હતી કે વહેલામાં વહેલી તકે પણી આપવામાં આવે છે જેથી શિયાળુ પાકનું વાવેતર કર્યું છે તે બચી શકે.
- text