રોટરી કલબ દ્વારા મોરબીમાં નિઃશુલ્ક કૃત્રિમ હાથ લગાવવા કેમ્પ યોજશે

- text


મોરબી : રોટરી કલબ મોરબી અને રોટરી કલબ જામનગર તેમજ એલન મેડોઝ પ્રોસ્થેટિકહેન્ડ ફાઉન્ડેસન યુએસએ દ્વારા આગામી દિવસોમાં મોરબી ખાતે નિઃશુલ્ક કુત્રિમ હાથ લગાવવા કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે.

આ કૃત્રિમ હાથ ફકત દેખાવનો જ નહીં પરંતુ મોટા ભાગના દૈનિક કાર્યો આસાનીથી કરી શકાય તેવો આધુનીક વજનમાં હળવો ટકાઉ કૃત્રિમ લગાવી શકશે. આ માટે લાભાર્થીને કોણીથી આગળ ઓછામાં ઓછા ૪’ (૧૦ સે.મી.) હાથ હોવો જરૂરી છે. કોઈપણ પ્રકારના અકસ્માતે કાંડુ ગુમાવ્યું હોય તેવી
LN4 કૃત્રિમ હાથ લગાવ્યા પછી લખી શકશે, ડ્રોઈગ કરી શકશે, ચમચી પકડી જમી શકાય, મગ પકડી કોઈપણ પીણું પી શકાય તેમજ સ્ટીયરીંગ પકડી કાર અને હેન્ડલ પકડી સ્કુટર/સાયકલ ચલાવી શકશે. આ માટે લાભાર્થીએ અગાઉથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓના હાથ તથા મોઢું દેખાય તે પ્રમાણેનો ફોટો, આધાર કાર્ડની આગળ પાછળ ની કોપી નામ, ઉંમર, સરનામું તથા ફોન નંબર વગેરેની વિગત વ્હોટસઅપ માં મોકલવાની રહેશે. લાભાર્થીની માહિતી માટે અબ્બાસભાઇ લાકડાવાલા મો. ૯૮૨૫ર ૨૨૮૮૧,રૂપેશભાઈ પરમાર ૯૯૭૯૩૧૨૩૮૩,પર મોકલવાના રહેશે. કેમ્પની તારીખ અંશ સ્થળ આગામી સમયમાં જણાવવામાં આવશે.

- text

- text