ઈંગોરાળાની પ્રા. શાળાએ વેકેશનનો સદ્‌પયોગ કરી શાળાને ચિત્રમયી મંદિરમાં તબદીલ કરી નાખ્યું!

- text


 

શાળાની દિવાલો પર જુદાજુદા સંદેશ પાઠવતા લખાણો સહિત કાર્ટુનના ચિત્ર દર્શાવાયા ; મહુવાના ચિત્રકારોની ટીમ દ્વારા માત્ર સાત દિવસમાં જ ચિત્રમયી મંદિર બનાવાયું

હળવદ : હળવદની સરકારી શાળાઓમાંથી મહત્તમ ક્રમ ધરાવતી ઈંગોરાળાની સરકારીએ વેકેશનનો અને ખાસ કરીને લોકડાઉનનો સદપયોગ કરી તાલુકાની તમામ શાળાઓ માટે પ્રેરણારૂપ બની છે. જેમાં શાળાનું મુખ્ય પાસુ બાળકોને હોંશે હોંશે આવવા પ્રેરે તેવા ચિત્રમયી દિવાલો સાથે રંગરૂપથી શણગારી સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેમાં શાળાનો સ્ટાફ પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા સહકાર રહ્યો હતો.

- text

હાલ કોરોનાની મહામારીને કારણે સમગ્ર રાજય સહિત દેશની શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાઓના શિક્ષકોની કામગીરી પણ કાબીલેદાદ છે. તો સાથો સાથ લોકડાઉનમાં બંધ રહેનારી શાળાઓમાંથી કંઈક વિશેષ સુવિધા ઉપલબ્ધ બનાવવા હળવદ તાલુકાની ઈંગોરાળાની સરકારી શાળાએ સ્કુલની દિવાલો પર સારા સંદેશા સાથે જુદાજુદા ચિત્ર બનાવ્યા છે. જેના કારણે શાળાએ આવતા નાના ભુલકાઓને હવે શાળાએ આવવા આકર્ષશે તો ખરી જ પરંતુ હોંશે હોંશે બાળકો શાળામાં પ્રવેશે તેની રાહમાં છે.

- text