મંજૂરી વગર ફ્રાન્સ સામે વિરોધ પ્રદર્શન કરનાર પાંચ સામે ગુન્હો નોંધાયો

- text


વાંકાનેર પોલીસે જાહેરનામા ભંગ હેઠળ અટકાયતી પગલાં લીધા

વાંકાનેર : ફ્રાન્સમાં તાજેતરમાં ઇસલામ ધર્મના વડા સામે અણછાજતી ટીપ્પ્ણી કરતા આ બાબતના વિરોધમાં વાંકાનેરમાં વિરોધ.પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પણ આ વિરોધ કાર્યક્રમની મજૂરી લીધી ન હોવાથી વાંકાનેર પોલીસે મંજુરી વગર વિરોધ કાર્યક્રમ કરનાર પાંચ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરના વાલાસણ ગામે ફ્રાન્સ વિરુદ્ધ મજૂરી વગર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરનાર ઇબ્રાહીમભાઇ વલીભાઇ કડીવાર, જલાલભાઇ, હાજીભાઇ કડીવાર, હનીફભાઇ, ઇબ્રાહીમભાઇ સીપાઇ, મંજુર હુશેન વલીભાઇ સિપાઇ, તન્જીર રજા ઉસ્માનભાઇ કડીવારની અટકાયત કરી હતી.આ બનાવમાં પોલીસ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી કે , સરકારનું કોરોના અંગે જાહેનામાઓ અમલમાં હોય તેમ છતા આરોપીઓએ તંત્ર સમક્ષ મજુરી વિના જાહેર સ્થળે ચારથી વધુ વ્યકતીઓએ ભેગા થઇ સોસીયલ ડીસ્ટન્સ જાળવ્યા વગર ફ્રાન્સ દેશના રાષ્ટ્રપતિ મેકોન તથા તેઓની સરકાર દ્વારા ઇસલામ ધર્મના વડા તેમજ લોકો વીરૂધ્ધ અણછાજતી ટીપ્પ્ણી કરતા તેઓ વિરૂધ્ધ રેલી કાઢી એકઠા થઇ રાષ્ટ્રપતિ મેકનોનનું પુતળુ સળગાવી વીરોધ કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.હાલ વાંકાનેર પોલીસે આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text