મતદાન બુથમાં ભાજપની પત્રિકા મળવા અને વિડિઓ વાયરલ મુદે બેની ધરપકડ બાદ છુટકારો

- text


પત્રિકા સાથે ઝડપાયેલા ભાજપના પોલીગ એજન્ટ અને તેનો વીડિયો વાયરલ કરનાર કોંગી કાઉન્સીલરની ધરપકડ બાદ જામીન પર છોડાયા

મોરબી : મોરબીમાં ગત તારીખ 3ના રોજ મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણી માટે યોજાયેલ મતદાન પ્રકિયા દરમિયાન બોયઝ હાઈસ્કૂલના એક બુથમાં ભાજપ પક્ષના ઉમેદવારનો પોલિંગ એજન્ટ ભાજપની પત્રિકા લઈને બેઠો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ વિવાદ થતા કોંગી અગ્રણી દ્વારા મતદાન પ્રક્રિયા પણ અટકાવવામાં આવી હતી. ઘટના બાદ બુથના પ્રીસાઇડિંગ ઓફિસરે એ ડિવિઝન પોલિસ મથકમાં ભાજપના પોલીગ એજન્ટ ભાવિન વિજયભાઇ સોલંકી વિરુદ્ધ તેમજ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વીડિયો બનાવવા મુદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં એ ડિવિઝનના મહિલા પીએસઆઇ વિશાખા ગોંડલીયાએ તપાસ હાથ ધરી હતી અને ભાજપના એજન્ટ ભાવિન સોલંકીની તેમજ વીડિયોમાં દેખાયેલ પાલિકાના કોંગી કાઉન્સીલર ભાવિન ગિરિશ ઘેલાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ બન્નેને શરતી જામીન પર છોડી દેવાયા હતા.

- text