મોરબી સહિત 3 જિલ્લામાંથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- text


આરોપી પાસેથી ચોરીના 4 બાઈક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી:મોરબી જીલ્લામાં બનતા વાહન ચોરી સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે એસપી એસ.આર.ઓડેદરાની સુચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજાના માર્ગદર્શન હૅઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમીયાન કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને ભગિરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે જોડિયા તાલુકાનો એક શંકાસ્પદ શખ્સ ચોરીના બાઇક સાથે મોરબીમાં ફરી રહ્યો છે. બાતમી આધારે એલસીબી સ્ટાફે મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી અને નવા બસ સ્ટેન્ડ નજીકથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે લંગડી ગોવીંદભાઇ પરમાર રહે. જોડીયા, જા. જામનગરવાળાને ઝડપી લીધો હતો.

- text

તેની પાસેના બાઈકના કાગળો માંગતા આરોપીએ જરૂરી કાગળ ન હોવાનુ જણાવતાં શંકાસ્પદ જણાતા તેના પાસેનું બાઈક ઈ-ગુજકોપ પોકેટકોપ એપ્લીકેશનની મદદથી ચેક કરતા તે ચોરીનું હોવાનું ખુલ્યુ હતું. આરોપીની તપાસ દરમિયાન મોરબી, રાજકોટ, પ્રોલ, જામનગર ખાતેના પોલીસ મથકમાં પણ અલગ અલગગુનામાં સંડોવાયૅલ હોવાનું ખુલ્યું હતું. હાલ તેની પાસે જે બાઈક હતું.મોરબી ઉમીયા સર્કલ પકેનાલ રૉડ પાસે ચોરી થયાની કબૂલાત આપી હતી. આરોપીએ અગાઉ અલગ અલગ 4 સ્થળેથી વાહન ચોરી અંગેની કબૂલાત કરતા તમામ ચોરાઉ બાઈક જપત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text