ટંકારાના વિરવાવ ગામે જુગારધામ ઝડપાયું : એક મહિલા સહિત 11 શખ્સો ઝબ્બે

- text


ટંકારા પોલીસે રૂ.59500 રોકડા સહિત કુલ રૂ.1,42,800 નો મુદ્દામાલ કબજે કર્યો

ટંકારા : ટંકારા પંથકમાં ફરી એક વખત મસમોટું જુગારધામ ઝડપાયું છે.જેમાં પ્રોબેશનલ ASP અભિષેક ગુપ્તા સહિતના ટંકારા પોલીસ સ્ટાફને ટંકારાના વિરવાવ ગામે સીમમાં ધમધમતા જુગારધામને ઝડપી.લેવાની સફળતા મળી છે.ટંકારા પોલીસે જુગાર રમતા એક મહિલા સહિત 11 શખ્સોને રૂ.59500 રોકડા સહિત કુલ રૂ.1,42,800 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

આ જુગારધામ પરની રેડના બનાવની ટંકારા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ટંકારાના વિરવાવ ગામની વાડી વિસ્તારમાં આવેલ મહાવીરસીહ હસુભા જાડેજાના ખેતરમા મધ્ય રાત્રીના સમયે જુગારધામ ધમધમતુ હોવાની ટંકારાપોલીસ મથકના ડિ-સ્ટાફના વિજયભાઈ બારને ચોકસસ બાતમી મળી હતી.આથી આ બાતમીના આધારે ટંકારાના પ્રોબેશનલ ASP અભિષેક ગુપ્તા સહિતનો ટંકારા પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રે ટંકારાના વીરવાવ ગામે આવેલા આ ખેતરમાં ત્રાટક્યો હતો અને ટંકારા પોલીસે ત્યાં જુગાર રમતા આરોપીઓ મહાવીરસીહ હસુભા જાડેજા, બહાદુરસિહ જયુભા જાડેજા, અશોકસિહ ખુમાનસિહ જાડેજા, મંગળસિહ મનુભા ઝાલા, જયેશ હિમંતભાઈ પંડયા કોઠારીયા, જયેશ માનસંગભાઈ મકવાણા, ઈમરાન ઈબ્રાહીમ સંધી, ઈબ્રાહીમ આમદભાઈ , દિનેશ ઝલાભાઈ મકવાણા, આશિફ આમદભાઈ ભટ્ટી, ભક્તિબેન જયંતિભાઈ રાજગોર ને રોકડ રકમ રૂ.59300 તેમજ મોબાઇલ નંગ 8 કિંમત રૂ.13500 અને ઈકો કાર કિમત રૂ.70000 મળીને કુલ રૂ.1.42,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ માસ પુર્વ છતર ગામની સીમમાથી જુગારધામ ઝડપાયું હતું.ત્યારે ફરી વિરવાવ ગામે મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી ગઇ છે.

- text