મોરબીમાં વિદેશી બનાવટના ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ : જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો આદેશ

- text


 

125 ડેસીબલ યુનિટ કરતા વધુ અવાજના ફટાકડા ફોડવા તથા વેચાણ ઉપર પણ પ્રતિબંધ

મોરબી : એક તરફ કોરોના મહામારીને કારણે કોરોના સારવાર સાથે જોડાયેલ તબીબો દ્વારા ફટાકડાનો ધુમાડો સાજા થયેલ દર્દી અને બાળક પર આડઅસર કરતો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ દેશના પ્રદુષિત રાજયમાં ફટાકડા અંગેના પ્રતિબંધ મુકવા અંગે આદેશ કર્યા બાદ આ અંગે રાજય સરકાર પણ સક્રિય બની છે. અને વિદેશી બનાવટના તેમજ હવા અવાજનું પ્રદુષણ કરતા ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

- text

આ પ્રતિબંધના અનુંસંધાને મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે દિવાળી,ક્રિસમસ ન્યુ ઈયર સેલિબ્રેશન તેમજ અન્ય તહેવારોને અનુસંધાને ભારતીય બનાવટ સિવાયના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો છે.આ ઉપરાંત 4 મીટરના અંતરેથી 125 ડેસીબલ(એ.આઈ)યુનિટઅથવા ડેસીબલ (સી) પી.કે યુનિટથી અવાજવધે નહિ તે પ્રકારના ફટાકડા નું ઉત્પાદન કે વેચાણ વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ફટાકડાની સરના કિસ્સામાં અવાજનું પ્રમાણ 5 log10 (N)db જેટલું ઓછું રહેવુ જોઈશે.આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ એનવાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના 22-11-2000ના સ્થાયી હુકમ મુજબ સાઈલેન્ટ ઝોન જાહેર કર્યું હોય તેવા સ્થળ જેમાં હોસ્પિટલ,ન્યાયાલય,સિનેમાગૃહ, ઔદ્યોગિક એકમ,પેટ્રોલ કે ગેસ પંપ,ભીડ ભાડવાળી જગ્યા મંદિર સહિતની જગ્યાના 100 મીટર વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આંવ્યો છે.આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી હુકમનું પાલન કરવા આદેશ કર્યો છે આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ આઈ. પી.સી 188 હેઠળ દંડ અને સજા કરવામાં કરવામાં આવશે.

- text