મોરબીમાં શંકાસ્પદ ચોરાઉ રીક્ષા અને ત્રણ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેર બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે રિક્ષાચાલકને અટકાવી રિક્ષાના આધાર પુરાવાઓ માંગતા અને રીક્ષા ચાલક તે રજુ ન કરી શકતા રીક્ષાની તેમજ ચાલકની અંગ ઝડતી દરમિયાન ત્રણ શંકાસ્પદ મોબાઈલ પણ મળી આવતા પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના રમેશભાઈ મિયાત્રા અને દેવશીભાઇ મોરીને પૂર્વ બાતમી મળી હતી કે, ટીંબડી પાટીયા પાસે રહેતા 21 વર્ષીય હાજીભાઈ અકબરભાઈ માણેક નામનો યુવાન ચોરાઉ રીક્ષા ચલાવે છે. મળેલી હકીકતના આધારે મોરબી શહેરના વાંકાનેર હાઇવે પર સ્થિત લખધીરપુર નાકે વોચમાં ગોઠવાયો હતો. એ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નંબર GJ3.HU 4345ને અટકાવીને તેના ચાલકની પૂછપરછ કરતા અને રિક્ષાના કાગળો માગતા તે રજુ ન કરી ગોળગોળ જવાબ આપતા તેની અંગ જડતી લીધી હતી. જેમાં રીક્ષા ચાલક હજીભાઈ પાસેથી ટેકનો, રેડમી અને ઓપો કંપનીના 3 મોબાઈલ પણ મળ્યા હતા. આ અંગે પણ રિક્ષાચાલક યોગ્ય ખુલાસો ન કરી શકતા શક પડતી મિલકત ગણીને 30000 રૂપિયાની રીક્ષા તેમજ 6000 રૂપિયાના મોબાઈલ મળી કુલ ૩૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રિક્ષાચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાવની તપાસ હેડ.કોન્સ. આઈ. ટી. જામ ચલાવી રહ્યા છે.

- text