ત્રણ વર્ષ પહેલાં લાલપર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપી UPથી ઝડપાયો

- text


મોરબી : મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાલપર ગામ પાસે આવેલ સાનીયો સીરામીકની ઓરડીમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ભોગ બનનાર કીરણ ધીરૂભાઇ ચતુરભાઇ બાહુકાયાકોળી (ઉ.વ. 15, રહે. રામપરા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ને આરોપી પીન્ટુ નરસીંહ બહાદુર રાજભર (રહે. કરૌદી (કુકુરીયા), તા. રૂદ્રપુર, જી. દેવરીયા (ઉતર પ્રદેશ)) અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતો. જે તપાસ દરમ્યાન ભોગ બનનાર મૃત્યુ પામેલ છે. તેમજ આ ગુનાનો આરોપી તેના વતન કરૌદી (કુકુરીયા) ખાતે હોવાની હકિકત મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. અને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આરોપી પિન્ટુને પકડી પાડવામાં સફળતા મળી હતી. હાલમાં પોલીસે આરોપીને કોવીડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી ઘટતી કાર્યવાહી હાથ ધરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text