મોરબીના શનાળા નજીક બાઈકમાં 24 ટીન બિયરની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા જીઆઈડીસી નજીકથી એ ડિવિઝન પોલીસે જીજે 36 પી.6219 નંબરની બાઇકમાં ગેરકાયદે બિયરની હેરાફેરી કરતા રાજદીપસિંહ ઉર્ફે અગ્નિ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૦, રહે.મોરબી શકતશનાળા શકિતપ્લોટ, મુળ રહે. જોધપર (ઝાલા), તા. ટંકારા)ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને દિગ્વીજયસિહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા કહેવાથી વેચવા નીકળ્યા હોવાની કબૂલાત કરતા પોલિસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઈક અને બિયર મળી રૂ. 32,400નો મૂદામાલ જપ્ત કર્યોં હતો.

- text

તો અન્ય એક બનાવમાં એ ડિવિઝન પોલીસે દિગ્વિજસિહ ઉર્ફે દિગુભા છત્રસિંહ ઝાલાની શનાળા પાસે આવેલ સીતારામ હોટેલ પાસે રૂ. 2160ની કિંમતનો દેશી દારૂ પકડયો હતો. આ બનાવમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text