રાહત : ડેમોમાં પાણીની આવક ઘટી, જાણો મોરબી જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની સ્થિતિ

- text


 

સાંજે 4 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાનો વિરામ

મોરબી : મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ચારેય કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના તમામ ડેમો સવારથી ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે રાહતની વાત એ છે કે આજે સાંજે 4 વાગ્યા બાદ મેઘરાજાએ મોરબી જિલ્લામાં વિરામ લીધો છે. અને સાથે મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જાણો 24 ઓગસ્ટ, સોમવાર સાંજના 6 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ..

- text



1. મચ્છુ-2 ડેમ, 56506 ક્યુસેકની જાવક, 10 દરવાજા 9 ફુટ ખુલ્લા

2. મચ્છુ-1 ડેમ, 31027 ક્યુસેકની જાવક, 0.82 મી. ઓવરફ્લો

3. ડેમી-1 ડેમ, 6106.67 ક્યુસેકની જાવક, 0.28 મી. ઓવરફ્લો

4. ડેમી-2 ડેમ, 14960 કયુસેકની જાવક, 10 દરવાજા 2 ફૂટ ખુલ્લા

5. બંગાવડી ડેમ, 1898 ક્યુસેકની જાવક, 0.70 મી. ઓવરફ્લો

6. ડેમી-3 ડેમ, 21044.30 કયુસેકની જાવક, 10 દરવાજા 3 ફુટ જેટલા ખુલ્લા

7. મચ્છુ 3 ડેમ, 70160 ક્યુસેકની જાવક, 13 દરવાજા 6 ફુટ અને 1 દરવાજો 2 ફૂટ ખુલ્લા

8. ઘોડાધ્રોઇ ડેમ, 4491 કયુસેકની જાવક, 3 દરવાજા 1 ફુટ ખુલ્લા

9. બ્રાહ્મણી- 2 ડેમ, 9250 કયુસેકની જાવક, 4 દરવાજા 3 ફુટ ખુલ્લા

10. બ્રાહ્મણી-1 ડેમ, 27530 કયુસેકની જાવક, 2 ફૂટે ઓવરફ્લો



 

- text