મોટા દહીંસરા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 16 શખ્સો રૂ. 3.24 લાખ સાથે ઝડપાયા

- text


પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરાઈ

માળીયા (મી.) : મોરબી એલ.સી.બી. દ્વારા માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે કોળીવાસમાં જુગાર રમતા 16 આરોપીઓને રોકડા રૂપીયા 3,24,500ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

આજે તા. 20ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે સુરેશભાઇ રામજીભાઇ (રહે. મોટા દહીસરા, તા.માળીયા મી., જી.મોરબી) પોતાના રહેણાંક મકાનમાં ગે.કા.રીતે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. આ હકિકત આધારે તેના રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઇડ કરતા કુલ સોળ ઇસમોને રોકડા રૂ. 3,24,500 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ વિરૂધ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આમ, મોરબી એલ.સી.બી.ને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

- text

આ રેઇડ દરમિયાન સુરેશભાઇ રામજીભાઇ ધંધુકીયા, રાજેશભાઇ જેઠાભાઇ ડાંગર, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા, ઉમેશભાઇ વજુભાઇ રતન, યશવંતગીરી કૈલાશગીરી ગૌસ્વામી, અશોકભાઇ કાનજીભાઇ ધંધુકીયા, વિનોદભાઇ શામજીભાઇ ધંધુકીયા, હિતેષગર જયંતિગર ગોસાઇ, સંજયભાઇ ચંદુભાઇ ભટ્ટી, સંજયભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા, વિક્રાંતસિંહ ગજેન્દ્રસિંહ પરમાર, મહેશભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, હરખાભાઇ પ્રભુભાઇ અગેચણીયા, બાલુભા ભીખુભા જાડેજા, શબ્બીરભાઇ જાકુભાઇ પરીઠ તથા મયુરસિંહ વેલુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.r

- text