અમદાવાદમાં બાઈક ચોરીનો સુરેન્દ્રનગરનો આરોપી મોરબીમાંથી પકડાયો

- text


મોરબી એસ.ઓ.જી. દ્વારા ગુનો ડિટેકટ કરવામાં આવ્યો

મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 16ના રોજ એસ.ઓ.જી. સ્ટાફ મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીમને વાહન ચેકિંગ દરમ્યાન એક હીરો હોન્ડા સ્પેલન્ડર શંકાસ્પદ મળી આવેલ હતું. જેના ચેસીસ નંબર પરથી સર્ચ કરી ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટ એપ સર્ચ એપ્લીકેશનથી વેરીફાઇ કરવામાં આવ્યું હતું. આથી, આ મોટર સાયકલના સાચા રજીસ્ટ્રેશન નં. GJ-09-CH-5435 છે. તેમજ આ મોટર સાયકલ બાબતે અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. મોટર સાયકલની ચોરીના આરોપી આરીફ અબ્બાસભાઇ જેડા (ઉ.વ. 36, રહે. સુધારા શેરી, સર્કીટ હાઉસ સામે સુરેન્દ્રનગર) પાસેથી મોટર સાયકલ (કિ.રૂ. 20,000) કબ્જે કરેલ છે તથા હાલમા કોરોના મહામારીના લીધે આરોપી તથા મુદામાલ ધોરણધર કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે.

- text