બોલો..મોરબીમાં 15 જુલાઈએ આવેલા કોરોના પોઝિટિવ રિપોર્ટની હજુ સુધી સરકારી તંત્રમાં ક્યાંય નોંધ નથી

- text


 

દર્દી દવાખાને દાખલ હોવા છતાં સરકારી રેકર્ડમાં ક્યાંય નોંધ ન થતા કન્ટેનમેન્ટ ઝોન સહિતની કામગીરી ન કરાઇ : અગાઉ પણ મોરબીમાં આ રીતે એક પોઝિટિવ રિપોર્ટની ક્યાંય નોંધ થઈ ન હતી

મોરબી : મોરબીમાં તંત્રની ગંભીર ભૂલ આજે સામે આવી છે. જેમાં એક કોરોના પોઝિટિવ દર્દીની હજુ સુધી રેકોર્ડ ઉપર નોંધ જ થઈ નથી. જેના પગલે આ પોઝિટિવ દર્દીના રહેણાંક સ્થાને કન્ટેઇનમેન્ટ ઝોન અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવા સહિતની કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી.

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ મહામારી દરમિયાન તંત્રની ખામી બહાર આવી છે. પુરાવા સહિત મળેલી માહિતી મુજબ તા.15 જુલાઈના રોજ મોરબીમાં જીઆઇડીસી પાછળ અનિલ પાર્કમાં રહેતા મોતીભાઈ રામજીભાઈ કંજારીયા (ઉ.69)નો અમદાવાદની ખાનગી લેબમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

- text

હાલમાં આ દર્દી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ છે. તેમ છતાં આ કેસની વિગતો ઓફિયલી સ્થાનિક આરોગ્ય તંત્ર પાસે હજુ પોહચી નથી. જેથી દર્દીમાં રહેણાંક સ્થળ ઉપર કન્ટેઇનમેન્ટ ઝોન સહિતની તકેદારીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પોઝિટિવ રિપોર્ટ અંગે જ્યારે અમદાવાદની લેબનો સંપર્ક કરતા ત્યાંના ઓથોરાઇઝડ વ્યક્તિએ જણાવ્યું કે પોઝિટિવ કેસ અંગેની વિગતો અમે ગવર્મેન્ટને સબમિટ કરીએ છીએ. ત્યારબાદ અમારી કોઈ ભુમિકા રહેતી નથી. આમ આરોગ્ય તંત્રને આ પોઝિટિવ કેસ હજુ જાણમાં જ ન આવ્યો હોય તેવું જણાઈ આવે છે.

 

- text