મોરબીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓ માટે વિદ્યુત સ્મશાનમાં એક ભઠ્ઠી અનામત રખાશે

- text


 

અગાઉ કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની અંતિમવિધિ કરવાની મનાઈ કર્યા બાદ કલેકટરે કડક વલણ અપનાવ્યું : કલેકટરની સૂચનાથી ચીફ ઓફિસરે વિધુત સ્મશાન ગૃહને પત્ર લખીને આદેશ આપ્યો

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા વિધુત સ્મશાન ગૃહનો કોરોનાના કાળમાં માનવતા વિહોણો અભિગમ બહાર આવ્યો હતો.જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની વિદ્યુત સ્મશાન ગૃહે અંતિમવિધિ કરવાની મનાઈ કરાય હતી.આથી આ ગંભીર મામલે આરોગ્ય તંત્રએ કલેકટરનું ધ્યાન દોરતા કલેકટરે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું અને કલેકટરની સુચનાને પગલે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે વિદ્યુત સ્મશાન ગૃહને પત્ર લખીને આ સ્મશાનની એક ભઠ્ઠીને કોરોનાના મૃતકોની અંતિમવિધિ માટે અનામત રાખવાનો આદેશ આપ્યો છે.

- text

મોરબીમાં હમણાંથી કોરોનાના કારણે બેથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા.જેમાં સૌથી પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનના દર્દીનું મોત થયું હતું આ કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરવાની લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન ગૃહે ઘસીને ના પાડી દીધી હતી. વિદ્યુત સ્મશાન ગૃહે માનવતા નેવે મૂકીને અંતિમ વિધિ કરવાની ના પડતા મૃતદેહ ખાસ્સો સમય રઝળી પડ્યો હતો.તેમજ ગતરાત્રે હળવદના ધનાળા ગામે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમવિધિ કરવાની ના પાડી દીધી હતી. આથી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન સહિતના કાર્યકરોએ વિશિપરામાં આવેલા સ્મશાનમાં અંતિમવિધિ કરાવી હતી.

આ ગંભીર મામલો ધ્યાને આવતા કલેકટરે કડક વલણ અપનાવ્યું હતું અને કલેકટરે વિદ્યુત સ્મશાન ગૃહની બેમાંથી એક ભઠ્ઠીને કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરવા માટે અનામત રાખવાનો આદેશ આપ્યો હતો .જેના પગલે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે વિધુત સ્મશાન ગૃહને પત્ર પાઠવીને વિધુત સ્મશાન ગૃહની બેમાંથી એક ભઠ્ઠીને કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરવા માટે અનામત રાખવાની તાકીદ કરી છે.

- text