- text
મોરબી : મોરબીમાં પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્કના નિર્માણનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગઈકાલે તા. 12ના રોજ મોરબીના વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ દ્વારા પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર અષૈધીય પાકૅના નિર્માણની શરૂઆત ખોદકામ અને વૃક્ષારોપણ થયેલ હતી. જેમાં યુવા આર્મી ગૃપના સભ્યો સેવા આપીને જોડાયા હતા.
આ પાર્કમાં અંદાજે ૧૫૦૦ ઔષધીય વૃક્ષોનું નિર્માણ થશે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૭,૦૦,૦૦૦ (સાત લાખ) થશે. જેમાં ફરતી બાજુ ફેંસિંગ (વાડ), ડ્રિપ, પાણી પાવા માટે પાંચ વષૅ સુધી એક માણસ વિગેરે વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ‘પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્ક’ ભડીયાદ ગામમાં લ્યુકો માઇક્રોનની પાસે, ત્રિવેણી સંગમ ચેક ડેમની બાજુમાં નિર્માણ પામશે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૦૯૭ ૪૪૩૪૪ પર સંપર્ક કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે આ પાર્ક બનાવવાનો મુખ્ય હેતુ દેશના શહીદો તથા પરમવીર ચક્ર વિજેતાઓ માટે લોકોમાં માન-સન્માન વધે, દેશભક્તિ વધે તથા પર્યાવરણ જતન માટે લોકોના જાગૃતિનો વધારો થાય તેવો છે. તેમજ લોકો પોતાના ગામમાં દેશના સૈનિકોના નામે ઔષધીય પાર્ક બનાવી સૈનિકો પ્રત્યે નૈતિક ફરજ નિભાવે તેવો ગ્રુપ દ્વારા સમાજને સંદેશો આપવામાં આવ્યો છે.
- text
- text