- text
હાઇકોર્ટે કલેકટર પાસેથી રજુઆત બાદ લેવાયેલા પગલાં અંગેનો ખુલાસો માંગ્યો
માળિયા : માળિયા તાલુકાના જામસર ગ્રામ પંચાયત દ્વારા મીઠા અગરના માલિકો દ્વારા કરાયેલ દબાણ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરતા હાઇકોર્ટે કલેકટર તથા મામલતદારને નોટિસ ફટકારી લેવાયેલ પગલાંનો ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- text
સમગ્ર મામલા અંગે એડવોકેટ કલરવ પટેલે જણાવ્યા મુજબ જાજાસર ગ્રામ પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી કલેકટર તેમજ અન્ય સત્તાધીશોને વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે મીઠા અગરના માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પાળા બાંધી વરસાદી પાણીના કુદરતી નિકાલના રસ્તા બંધ કરી દીધેલ છે. અને આ કારણોસર ખારું પાણી ગામતેમજ ખેતીલાયક જમીનને નુકસાન કરે છે. જે અન્યવે અઢળક રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પણ પગલાં નહિ લેવાતા વકીલ કલરવ આર. પટેલ દ્વારા રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે નામદાર હાઇકોર્ટ દ્વારા કલેકટર અને મામલતદારને નોટિસ ફટકારેલ અને સોગંદનામાં થકી ખુલાસો માંગવામાં આવ્યો છે.
- text