મોરબી પાલિકા પાસે મજૂરો, કચરાની ગાડી તથા સ્ટ્રીટ લાઈટ અંગે માહિતી મંગાઈ

- text


વોર્ડ નં. 12ના કાઉન્સિલર વનીતાબેન ચાવડા દ્વારા માહિતી આપવા નગરપાલિકાને લેખિત રજૂઆત

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 12ના કાઉન્સિલર વનીતાબેન વિરજીભાઇ ચાવડા દ્વારા નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત દ્વારા મોરબી જિલ્લામાં મોરબી નગરપાલીકાની હદમાં આવતા તમામ વાડી વિસ્તારમાં સને 2016 થી 2020 સુધીમાં કેટલા મજુરો કામ કરે છે અને કેટલી કચરાની ગાડીઓ કચરા ઉપાડનું કામ કરે છે તથા સ્ટ્રીટ લાઈટ અંગેની સંપુર્ણ માહિતી મંગાવામાં આવી છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલીકામાં વોર્ડ નં. 12ની હદમાં આવતા તમામ વાડી વિસ્તારમાં સન 2016 થી 2020 સુધીમાં તેઓની જાણ મુજબ 70 થી 80 મજુરોને બિન કાયદેસર પેપર ઉપર પગાર ચૂકવાય છે. તો આવા મજુરો તથા તેની હાજરી પુરતા સુપરવાઇઝર અથવા જે તે વિભાગના કર્મચારીનુ અને મજુરોનુ નામ તથા મોબાઇલ નંબર અને આધાર કાર્ડ આ તમામ વિગતો ક્યા વિભાગમાં તેની નોંધ થાય છે, તેની સંપુર્ણ માહિતી આપવા વિનંતી કરેલ છે.

- text

જે કચરાની ગાડી કચરો ઉપાડે છે તે ગાડીના નંબર, RC બુક સહિત તથા ડ્રાઇવરનું નામ અને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડની સાથે ક્યારે અને ક્યાંથી કચરો ઉપાડવાનું ચાલુ કરે છે. તેની પણ વિગત આપવા વિનંતી કરેલ છે. વધુમાં, આ માહિતી 3 દિવસમાં લેખિતમાં સંપુર્ણ વિગત આપવા અન્યથા કાનુની રાહે પગલા લેવામાં આવશે, તેવી રજુઆતમાં જાણ કરેલ છે.

આ ઉપરાંત, તેઓએ અન્ય લેખિત રજુઆતમાં જણાવેલ છે કે વોર્ડ નં. 12માં આવતા વાડી વિસ્તારમાં અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી નથી. તેમજ જે થાંભલા પર લાઈટ છે, તેમાંની અમુક લાઇટ્સ બંધ છે. આથી, છેલ્લા 1 વર્ષ દરમિયાન ક્યા પ્રકારના અને કેટલા ઇલેક્ટ્રિક સાધનો ખરીદવામાં આવ્યા છે. કઈ એજન્સીની પાસેથી ખરીદ્યા, કઈ તારીખે ખરીદ્યા તેમજ કેટલી રકમનો ચુકવણું થયું છે અને તેના ચેક નંબર સહિતની વિગતો આપવા માંગ કરી છે.

- text