- text
અમુક રહેણાંકના મકાનોમાં પણ નુકશાન
મોરબી : મોરબી પંથકમાં ગઈકાલ બુધવારે સાંજે હવામાનમાં ભારે પલ્ટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકવાની સાથે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભારે પવનથી મોરબીના જેતપર, અણીયારી અને પાવડીયારી આસપાસ નુકશાન થયું હોવાના અહેવાલ મળ્યા છે.
મોરબીના જેતપર, પાવડીયારી અને અણીયારી ગામ આસપાસ ભારે પવનથી કારખાનાઓના શેડના પતરા ઉડયા હતા અને 4થી 5 વૃક્ષો ધરાશયી થયા હતા. આ ઉપરાંત રહેઠાણ મકાનોના છાપરા પણ ઉડયા હતા. ભારે પવનને કારણે અણીયારી ટોલનાકાના પતરા પણ ઉડયા હતા. આથી થોડા સમય સુધી આ માર્ગ બંધ રહ્યા બાદ પતરા હટાવીને અણીયારી ટોલનાકાનો રોડ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદથી અણીયારી, પાવડીયારી અને જેતપર આજુબાજુમાં ભારે નુકશાન થયાના અહેવાલો મળી રહ્યા છે.
- text
નુકશાનીના અંદાજ વિશે ટોરસ ટાઇલ્સ પ્રા.લઈ.ના કિશોરભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે જેતપર રોડની આજુબાજુના 10 કરતા વધુ કારખાનાઓમાં વધુ નુકશાની થઇ છે. જયારે 50 જેટલા કારખાનાઓમાં નાની-મોટી નુકશાની થઈ છે. ટોરસ ટાઇલ્સમાં કારખાનાનો શેડ પવનના ભારે જોરને કારણે ઉડી જતા અંદાજે 5 લાખ રૂપિયાની નુકશાની થઈ છે. આ જોતા જેતપર રોડની આસપાસ ઇન્ડસ્ટ્રીઝને મોટી નુકશાનીનો અંદેશો છે. કારખાનાના શેડ ઉપરાંત પતરાવાળા નાના મકાનોના છાપરા પણ ઉડી જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના નુકશાનીનો ક્યાસ લગાવવો હાલ મુશ્કેલ છે.
- text