ફેસબુકમાં સરકાર વિરુદ્ધ પોસ્ટ કરનાર હળવદના શિક્ષકને ફરજ મોકૂફ કરાયા

- text


આ શિક્ષક વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ગુજરાત સરકારના સેક્શન ઓફિસર તરીકે ખોટી ઓળખ આપવાનો પણ ગુન્હો નોંધાયેલો છે

મોરબી : હળવદ તાલુકાના ઢવાણા ગામની શાળાના આસી. શિક્ષકને એફબીમાં એસ.ઓ.એટલે કે ગવમેન્ટ ઓફ ગુજરાતના સેક્શન ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરવાનું ભારે પડ્યું છે. સોશ્યલ મીડિયામાં ખોટી ઓળખ આપવા બદલ આ શિક્ષક વિરુદ્ધ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાયા બાદ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ તેમને તત્કાળ સસ્પેન્ડ કરી દીધા હતા.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ હળવદ તાલુકાના ઢવાણા ગામની શાળામાં આસી. શિક્ષક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ વાઢેરને સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખે માહિતી આપી હતી કે, મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની હળવદ તાલુકા શિક્ષણ સમિતિના કર્મચારી જીજ્ઞેશ વાઢેર હળવદ તાલુકાના ઢવાણા ગામની સરકારી શાળામાં આસી. શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જોકે આ સરકારી કર્મચારી નિયમોનુસાર પોતાના નામ કે ઉપનામથી કોઈપણ પ્રકારની લિંક પ્રગટ કરી શકતા નથી. પંચાયતની આંદર્શ આચારસહિતા મુજબ કામ કરવાનું હોય છે. પણ આ શિક્ષકે આચારસહિતાનો ભંગ કરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારની નીતિઓ અંગે ખોટી પોસ્ટ વાયરલ કરી હતી.

- text

જેમાં તેઓ શિક્ષક હોવા છતાં ફેસબુકમાં પોતાની ઓળખ એસ.ઓ.એટ ગવમેન્ટ ઓફ ગુજરાત એટલે કે સરકારના સેક્શન ઓફિસર તરીકે ખોટી ઓળખ આપીને સરકારની નીતિઓની ટીકા કરી હતી જે બદલ ગાંધીનગરમાં આ શિક્ષક સામે ફરિયાદ પણ નોંધાઇ હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ તેમને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને રૂબરૂ સુનાવણીમાં આ શિક્ષકે અસહકાર આપીને ગેરશિસ્ત આચારી હતી. જે બદલ જિલ્લા શિક્ષણાધિકારીએ આ શિક્ષકને તુરત જ ફરજ મોકૂક કર્યા છે અને તેમનું કાર્યસ્થળ તાલુકા પંચાયત શિક્ષણ શાખા વાંકાનેર નક્કી કરીને તપાસ સમિતિ નિમીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text