- text
અનલોક-1ને પગલે એસટી બસોનું સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી પરિવહન : એસ.ટી.ની તમામ સેવા પુનઃ ધમધમતી થઈ : સીટી બસ સેવા પણ ફરીથી શરૂ
મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન-4 થી એસટી સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતના તબક્કે જિલ્લાના તાલુકા મથકે એસટી બસો દોડી હતી બાદમાં એસટી બસોનું આંતર જિલ્લા પરિવહન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરનો બસો શરૂ કરવામાં આવી હતી. જોકે રાજકોટથી ભુજ સહિતના લાંબા અંતરની એસટી બસોનો મોરબીના લોકોને લાભ મળે છે. ત્યારે હવે અનલોક-1 માં એસટી બસોનું સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી પરિવહન શરૂ કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં આજથી એસટી બસ સેવાનો વ્યાપ વધ્યો છે. જોકે દિવસ દરમિયાન અગાઉ જેવી તમામ એસટી બસો શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. મોરબી એસ.ટી. ડેપોની તમામ બસો આજથી અનલોક-1 માં મળેલી છૂટછાટ પ્રમાણે દોડવા લાગી છે. આજથી મોરબીથી લાંબા અંતરની એક્સપ્રેસ એસટી બસો દોડાવવા આવી છે. જેમાં મોરબી – અંબાજી સવારે 8 વાગ્યે , મોરબી – કવાટ સવારે 7-30 વાગ્યે, મોરબી-વેરાવળ સવારે 7 વાગ્યે, મોરબી – અમદાવાદ બસ સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવી છે. આ લાંબા અંતરની એક્સપ્રેસ બસોના એક-એક ફેરા થશે. અંબાજી સહિતની બસોનું રાત્રીરોકાણ થશે. લાંબા અંતરની એસટીની એક્સપ્રેસ બસો શરૂ થતાં મુસાફરોનો પણ સારો લાભ મળશે. જોકે એસટી તંત્ર દ્વારા સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે અને એસટીમાં મુસાફરોને માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
- text
મોરબી પાલિકા દ્વારા ચાલતી સીટી બસ સેવાને ચોથા લોકડાઉનમાં મંજૂરી મળી ન હતી. આથી, 15 દિવસ બંધ રહ્યા બાદ આજથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં સીટી બસ સેવાની બે બસ રેગ્યુલર ચાલુ હતી. તે લજાઈ અને સામાકાંઠે એક બસો દોડવા લાગી છે અને આજથી સીટી બસ સેવા શરૂ થતાં શહેરીજનોને પણ રાહત થઈ છે.
- text