- text
મોરબી : કોરોના મહામારીની બીમારીએ સમગ્ર ભારત દેશ સહિત વિશ્વભરના દેશોને ભરડામાં લઇ લીધા છે ત્યારે દેશમાં સરકાર દ્વારા પણ દેશની જનતાને કોરોના વાયરસથી બચાવવા લોકડાઉન સહિતના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે મોરબીના યુવા રાયટર અને ડાયરેકટર રાજેશભાઈ કુકરવાડીયાએ લોકોને કલાના માધ્યમથી હિન્દી ટેલીફિલ્મ ‘કોરોના સે ડરોના’નું નિર્માણ કરીને આ ફિલ્મ દ્વારા તેને જનજાગૃતિનું રાષ્ટ્રીય અભિયાન ચલાવી રાષ્ટ્રીય સેવામાં ભાગીદાર બની લોકોને કોરોના બીમારીના ડરને દિલ અને દિમાગમાંથી કાઢીને તેની સામે જાગૃત બની લડવાનો સંદેશ આપ્યો છે.
- text
આ ફિલ્મમાં કમલ નાયક, પિયુષ પટેલ, રાજેશ લીંબાશીયા, રિંકુ પંચાલ સહિત કલાકારો તેના કલાના કામણ પાથરી કોરોના સામે લડવા લોક જાગૃતિનો સંદેશ આપ્યો છે. આ ફિલ્મના ડાયરેકટર અને લેખક મોરબીના ધ્રુવનગર ગામના રાયટર રાજેશભાઈ કુકરવાડીયા (વ્યાસ)ને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મરજા તેમજ મોરબી સહિત ગુજરાતમાં શિક્ષણ જગતમાં જાણીતા નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી પી. ડી. કાંજીયા સહિત શહેરના સામાજિક રાજકીય સહિતના આગેવાનોએ ફિલ્મની સફળતાની શુભકામના પાઠવી રાજેશભાઈ વ્યાસને અભિનંદન પાઠવ્યા છે.
- text