માળીયામાં મુરઘીનું વેચાણ કરવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ : સામસામી ફરિયાદ

- text


બન્ને પક્ષના મળીને કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયો

માળીયા : માળીયા મીંયાણામાં મુરઘીનું વેચાણ કરવા મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. બાદમાં બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. માળીયા પોલીસે બન્ને પક્ષના મળીને કુલ છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુસાભાઇ ઓસમાણભાઇ માણેક (ઉ.વ.-૪૧, રહે.નીરૂબેન નગર માળીયા મી,) વાળાએ આરોપીઓ જાફર ઇકબાલભાઇ કમોરા, ગુલામ હુશૈન કમોરા તથા અનવર ઉર્ફે ભોપલો ઇકબાલ કમોરા (ત્રણેય રહે.નિરૂબેનનગર, તા માળીયા મી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૫ ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યા વખતે નિરૂબેન નગર પાસે આરોપીઓના ભાઇએ ફરિયાદી મુરઘીનુ વેચાણ કરતા હોય તેમ છતા તેની પાસે મુરઘી નથી તેવુ ગ્રાહકોને કહેતા હોય. જેથી, તેને સાહેદોએ સમજાવી પાછા મોકલી દીધેલ તેનુ મનદુ:ખ રાખી આરોપીઓએ લાકડી તથા લોખંડના પાઇપ તથા છરી વતી ફરિયાદી તથા સાહેદોને માથાના ભાગે તથા હાથના સામાન્ય ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સામાપક્ષે ગુલામ હુશૈન ઇલ્યાસભાઈ કમોરાએ મુસા ઓસમાણ માણેક કાસમ દશરાયા અને અસગર કાસમ દશરાયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પોતાની દુકાને મુરઘીનું બહારના માણસોને વેચાણ કરતો હોય તે મામલે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text