- text
હાલ જિલ્લા પુરતી જ બસો દોડશે : માળીયાની બસ ખાલીખમ અને મોરબીથી વાંકાનેર રવાના થયેલી એસટી બસમાં માત્ર એક જ મુસાફર!
મોરબી : મોરબી જિલ્લાની અંદર નિયમો સાથે આજે બુધવારથી એસટી બસો દોવાવવામાં આવી છે. જોકે મોરબીથી આજે માત્ર તાલુકા મથક માટે એસટી બસો શરૂ કરવામાં આવી હતી જેથી મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસો શરૂ ન કરતા મુસાફરો દેખાયા ન હતા.
- text
લોકડાઉન-4 માં મોરબી જિલ્લાની અંદર જ એસટી સેવા શરૂ કરવાની મંજૂરી મળી છે અને એસટી નિગમની સૂચનાથી મોરબી એસટી ડેપોએ હાલના તબબકે જિલ્લાની અંદર 10 એસટી રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આકરા નિયમો સાથે જિલ્લાની અંદર એસટી સેવા શરૂ કરવાનું આયોજન થયા બાદ મોરબી જિલ્લામાં આજથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે પણ આજે જિલ્લાના માત્ર તાલુકા મથકોએ એસટી બસ દોડાવવામાં આવી છે. જેમાં મોરબીથી ટંકારા, માળીયા, હળવદ, વાંકાનેર તાલુકા મથકોએ એસટી બસ શરૂ થઈ છે. જ્યારે માળીયા રવાના થયેલી બસ ખાલીખમ હતી અને વાંકાનેર રવાના થયેલી બસમાં માત્ર એક જ મુસાફર જોવા મળ્યો હતો. જોકે ગ્રામ્ય મથકોમાં હજુ બસ શરૂ ન થઈ હોવાથી મુસાફરો દેખાયા નથી. મોટા ભાગે રાજકોટ જનાર વર્ગ મોટો હોય પણ રાજકોટ સુધી હજુ બસ શરૂ થઈ નથી. આ અંગે ઇન્કવાયરી પણ વધુ આવે છે. પરંતુ હજુ મોરબી જિલ્લાની અંદર અને ફક્ત તાલુકા મથકોએ એસટી સેવા શરૂ કરાઇ છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝોન પૂરતી બસો શરૂ થવાની શકયતા છે.
- text