માળીયા(મી.)માં માર્કેટિંગ યાર્ડ બનાવવાની માંગણી : CMને કરાઈ રજુઆત

- text


માળીયા (મી.) : ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા માળીયા (મી.) તાલુકામાં માર્કેટિંગ યાર્ડ બનાવવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા (મી.) પૈકી માળીયા (મી.) તાલુકો વિકાસની દ્રષ્ટિ એ ખુબ જ પછાત છે. સરકાર દ્વારા આ તાલુકામાં જી.આઈ.ડી.સી. કે માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે. આ માળીયા તાલુકો સંપૂર્ણ ખેતી ઉપર આધારિત તાલુકો છે. એમાં પણ નવલખી બાજુ નો વિસ્તાર તો સૂકી ખેતી આધારિત જ છે. જે માટે સૌની યોજનાની કેનાલથી પાણી આપવાની માગણી અહીના 52 ગામો દ્વારા કરવામાં આવેલ છે. જે પણ સરકાર લેવલે મજૂરી માટે પડતર પડેલ છે. તો તેને પણ મંજૂર કરવા અપીલ કરવામાં આવેલ છે.

- text

મોરબી જિલ્લામાં આવેલ તાલુકાઓ માહેના મોરબી, વાંકાનેર અને હળવદમાં માર્કેટિંગ યાર્ડ આવેલ છે. પરંતુ માળીયા તાલુકામાં માંર્કેટિંગ યાર્ડ જ નથી. જેથી અહીના ખેડૂતોને પોતાની નીપજ વેચવા જવા માટે અન્ય તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં જવું પડે છે. આથી, માળીયા (મી.) તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે એક માર્કેટિંગ યાર્ડ મંજૂર કરવામાં આવે. જેથી, અહીના ખેડૂતોને પોતાની નીપજનો માલ વેચવામાં આસાની રહે. અને અહીથી આમરણ ચોવીસીના ગામોને તેમજ અમુક મોરબી તાલુકાના ગામોને પણ નજીક થતું હોવાથી આસપાસના ખેડૂતો આનો સારો લાભ લઈ શકે. તો આ બાબતે વહેલાસર પગલાં લેવા અપીલ કરવામાં આવેલ છે.

- text