વાંકાનેરના ઢુંવા ગામના ક્ષત્રિય સમાજે વિનામૂલ્યે અનાજ વિતરણનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો

- text


સાચા જરૂરિયાતમંદોને અનાજ મળી રહે તે માટે ક્ષત્રિય સમાજની આવકારદાયી પહેલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે રહેતા ક્ષત્રિય સમાજે હાલની પ્રવર્તમાન ગંભીર સ્થિતિમાં પણ દેશના ફરજનિષ્ઠ સમાજ તરીકેની ઉમદા ફરજ નિભાવી છે. જેમાં સરકાર દ્વારા એપીએલ કાર્ડમાં મધ્યમ વર્ગના લોકોને રેશનિંગની દુકાનેથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાથી સમાન્યની સાથે મધ્યમ વર્ગના લોકો પણ ઘરનું ગુજરાન ચલાવવામાં આર્થિક ભીંસ અનુભવે છે. તેથી, તેમને ઘરનું ગુજરાન ચાલવવા માટે સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે. ત્યારે આવા કપરા કાળમાં પણ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામના ક્ષત્રિય સમાજે પ્રેરણાદાયી પગલું લઈને રેશનિંગની દુકાને મળતા વિનામૂલ્યે અનાજનો લાભનો ત્યાગ કર્યો છે અને સાચા જરૂરિયાત મંદોને આ અનાજનો લાભ મળી રહે તે માટે ક્ષત્રિય સમાજે પોતાનો હિસ્સો જતો કરીને અન્યનો પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

- text