ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ : હોટસ્પોટ અમદાવાદમાં ફરજ નિભાવતા મોરબીના વતની ડોક્ટરો

- text


મોરબી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ચોથી વખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ આ કોરોનાના સંકટ વચ્ચે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સ્ટાફ સતત દિવસ-રાત ખડેપગે છે. તેમજ તેઓ જીવના જોખમે આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે.

કોરોના કહેર વચ્ચે મોરબીના ડો. જયંતિ ભાડેશીયાના નાના ભાઈના પુત્ર ડો. વત્સલ ભાડેશીયા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમજ મોરબીના ડો. ભાવનાબેન જાની અને ડો. પ્રદીપકુમાર ભટ્ટના પુત્ર ડો. અનુજ ભટ્ટ (MBBS) અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

- text

વધુમાં, મોરબીના રવાપર ગામમાં રહેતા રમેશભાઈ કાસુન્દ્રા તથા કીર્તિબેન કાસુન્દ્રાના પુત્ર ડો. દીક્ષિત કાસુન્દ્રા અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઇલાજની ફરજ નિભાવી રહ્યા છે. ડો. દીક્ષિતએ રાજકોટની PDU મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવેલ છે. તથા તેઓ હાલમાં અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં MD Dermatologyનો અભ્યાસ કરી રહ્યા છે.

આ ઉપરાંત, મોરબીના વતની ડો. ફૂલતરીયા આસવ ઘનશ્યામભાઈ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ કે જે રાજ્યનું કોરોના વાયરસનું હોટસ્પોટ છે ત્યાં ફરજ નિભાવતા ડોક્ટર સંતાનો માટે તેઓના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી તેમનું સ્વાસ્થ્ય સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરેલ છે.

- text