- text
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા તમામ માર્ગદર્શન પૂરું પડાશે
મોરબી : કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા નાના અને મધ્યમ વેપારી વર્ગને તેમજ કારીગરો, રીક્ષા ચાલકો, નાના ગૃહ ઉદ્યોગો સહિતના જરૂરિયાતમંદો માટે વાર્ષિક 2 ટકાના વ્યાજ દર પર 1 લાખની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ક્ષેત્રોના મોટાભાગના લોકોને લોન મેળવવાની અને ડોમ્યુમેન્ટ્સની પ્રોપર જાણકારી ન હોવાથી લોન મેળવવામાં અડચણ અનુભવાઈ રહી હોય ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન તરફથી લોન ઇચ્છુક લોકો માટે નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પડવાની જાહેરાત કરાઈ છે.
- text
લોકડાઉનને લઈને થંભી ગયેલા અર્થતંત્રને ફરી પૂર્વવત કરવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે નાના અને અસંગઠિત વ્યાપારની વ્યાખ્યામાં આવતા ધંધા રોજગાર કરતા લોકોને વાર્ષિક 2 ટકાના વ્યાજ દરથી રૂપિયા 1 લાખની લોન આપવાની જાહેરાત કરી છે. આ યોજનામાં લોન લેવા ઇચ્છુક ધંધાર્થીઓ, નાના અને ગૃહ ઉધોગકારોને લોન મેળવવાની પ્રક્રિયા સરળ રીતે સમજાવી શકાય અને તેઓને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે એ માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મોરબી ખાતે હેલ્પ લાઈન શરૂ કરી છે. 10, રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસ સ્ટેન્ડ સામે, હોટલ મનાલી વાળી શેરી, મોરબી ખાતે સવારે 10થી 12 (રવિવાર સિવાય) કલાક દરમ્યાન લોન ઇચ્છુક વ્યક્તિ પોતાનું પૂરું નામ, પૂરું સરનામું, વ્યવસાયનું સરનામું, વ્યવસાયનો પ્રકાર/વિગત, ફોન નંબર તેમજ જો હોય તો ઇ.મેઈલ આઈડીની વિગતો જણાવી શકે છે. આ ડેટા પરથી લોન ઇચ્છુક વ્યક્તિને લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે. આ માટે એક ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કે ફોર્મ વગર પણ ઉપરોકત માહિતીની નોંધ કરાવવાથી પણ નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરોકત વ્યવસ્થા લોન માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે જ માત્ર છે. ફોર્મ મેળવવા માટે ઉપરોક્ત સ્થળે જતા સમયે માસ્ક પહેરીને જવું તેમજ સોશિયલ ડિસ્ટનસનું ખાસ પાલન કરવા પણ કે.ડી. બાવરવાની યાદીમાં જણાવાયું છે.
- text