- text
મોરબી : ગઈકાલે શનિવારે રાજકોટ ખાતે દાખલ મિતાણાંના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 47 વર્ષના પુરુષ ઉપરાંત મોરબી જિલ્લામાં વધુ 202 લોકોના કોરોના ટેસ્ટ માટે સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા હતા. જે તમામ 203 સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબીના તંત્રએ રાહતનો દમ લીધો છે.
- text
મોરબી જિલ્લામાં શનિવારે માસ સેમ્પલિંગ હેઠળ મોરબી જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 202 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી સિવિલમાં 44, હળવદમાં 20, વાંકાનેરમાં 30, જેતપર મચ્છુ કેન્દ્રમાં 29, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસર કેન્દ્રમાં 11, ટંકારામાં 20, અને મોરબીની આયુસ હોસ્પિટલમાં 8 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં દાખલ મિતાણાંના 47 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા હતા. આ તમામ 203 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે કોરોના નેગેટિવ આવતા મોરબી જિલ્લા વહીવટી તંત્રની સાથે લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.
- text