- text
લોકડાઉન 4 અંગે રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડે પછી સ્થાનિક વહીવટી તંત્ર નિર્ણય લેશે : નવું જાહેરામુ સોમવારે બહાર પડશે
મોરબી : મોરબીમાં લોકડાઉન 3માં જ પાન માવા અને ચા, નાસ્તાની દુકાનો સિવાય તમામ પ્રવૃત્તિઓ પર છૂટ આપવામાં આવી છે. ત્યારે સોમવારથી 31મે શરૂ થઈ રહેલા લોકડાઉન 4માં મોરબી જિલ્લામાં ખાસ તો પાન માવાની દુકાનો ખૂલવાની છૂટ અપાય છે કે નહીં તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ અંગેનો નિર્ણય અને મોરબીમાં લોકડાઉન 4 માં કઈ કઈ બાબતની વધુ છૂટ અપાઈ છે તેનો નિર્ણય સોમવારે જાહેર થાય તેવી શકયતા છે.
- text
હાલ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4ની નવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં લોકોની અપેક્ષા મુજબ કોઈ વિશેષ છૂટ અપાઈ નથી. અને કેન્દ્ર દ્વારા વધુ છૂટ છાટ આપવાનો નિર્ણય કરવાની રાજય સરકારની સત્તા અપાઈ છે. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ હવે ગુજરાત સરકાર લોકડાઉન 4 અંગે સ્પષ્ટ ગાઈડલાઈન સોમવારે બહાર પાડશે માટે ત્યાર બાદ જ મોરબી જિલ્લા કલેકટર તંત્ર નવું જાહેરનામું બહાર પાડશે. જોકે મોરબી જિલ્લામાં તો મોટા ભાગની દુકાનો અને ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરવાની લોકડાઉન 3 માં છૂટ અપાઈ ચુકી છે. ત્યારે હાલમાં પ્રતિબંધિત પાન,માવા અને તમાકુ, ચા, નાસ્તાની દુકાનો ખુલોવાની મંજૂરી અપાઈ છે કે નહીં તેના પર લોકોની નજર છે. જોકે આ બાબતે આજે કાલે સોમવારે નિર્ણય જાહેર થવાની શકયતા છે. અને લોકડાઉન 4નું નવું જાહેરનામું પણ કાલે સોમવારે જાહેર થશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.
- text