- text
ધો.12 સાયન્સની પરીક્ષામાં જ્વલંત પરિણામ મેળવવાનો દબદબો જાળવી રાખતું નવયુગ સંકુલ : ગોલ નક્કી કરીને અથાક પુરુષાર્થ કરો તો સફળતા કદમો ચૂમે છે : ત્રણેય તેજસ્વી વિધાર્થીઓનો મંત્ર
મોરબી : મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે.અને સમગ્ર રાજ્યમાં ધો 12 સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લો બીજા ક્રમે આવ્યો છે.ત્યારે મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલે ધો.12 સાયન્સ જ્વલંત સિદ્ધિ મેળવી છે.આ એક માત્ર નવયુગ સંકુલના ત્રણ વિધાર્થીઓએ સમગ્ર જિલ્લામાં ટોપર રહ્યા છે અને એ વન ગ્રેડ મેળવીને નવયુગ સંકુલ તથા મોરબી જિલ્લાનું ગરિવ વધાર્યું છે.આ ત્રણેય વિધાર્થીઓએ પોતાની સફળતાનો માતા-પિતા અને નવયુગ સ્કૂલને શ્રેય આપ્યો છે.નવયુગ સ્કૂલે ધો.12 સાયન્સની પરીક્ષામાં જ્વલંત પરિણામ મેળવવાનો દબદબો જાળવી રાખ્યો છે.જે બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.ત્યારે એવન ગ્રેડ મેળવનાર ત્રણ વિધાર્થીઓએ સફકતા કેવી રીતે મેળવી તે અંગે તેમની સાથે થયેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.
ટ્યુશન ન રાખો તો પણ સ્કૂલ અને ઘરે ગહન અધ્યન કરીને ધારી સફળતા મેળવી શકાય : ચાંદની
નવયુગ સ્કૂલમાં ભણતી ગોધાણી ચાંદનીબેન જગદીશભાઈએ ધો 12 સાયન્સની પરીક્ષામાં 650 ગુણમાંથી 610 ગુણ મેળવી 93.8 ટકા અને 99.99 પીઆર સાથે એવન ગ્રેડ મેળવીને જ્વલંત સફળતા મેળવી છે.તેના પિતા બાંધકામ કોન્ટ્રાકટર છે.તેની આ સફળતા અંગે તે કહે છે ,વગર ટ્યુશને ઘરે કઠોર મહેનત કરી હતું.સ્કૂલમાં જે રોજ અધ્યન કરાવે તે આત્મસત કરીને ઘરે તેનું અઠવાડિયામાં એક વાર રિવિઝન કરી લેતી.પરીક્ષા અગાઉ જ શરૂઆત લક્ષયને કેન્દ્રમાં રાખીને આયોજન બદ્ધ અભ્યાસની તૈયારી કરીને આ સફળતા મેળવી છે તેને વોલીબોલ રમવાનો અને ગાયનનો શોખ છે.તેને આગળ ન્યુરોલોજજીસ્ટ બનવાની ઈચ્છા છે.
ગોલ નક્કી કરીને શરૂઆતથી જ કઠોર મહેનત કરો તો સફળતા કદમો ચુમશે : હેતવી
નવયુગ સ્કૂલમાં ભણતી અને બીજા નંબરે આવેલી માકાસણા હેતવીબેન મનસુખભાઇએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 650 માંથી 605 ગુણ મેળવી 93 ટકા અને 99.99 પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે.તેણી ધો.10 ની પરીક્ષામાં પણ 96.83 ટકા સાથે કેન્દ્રમાં પ્રથમ હતી.તેના પિતા સીરામીક ઉધોગપતિ છે.તેને હાર્ટ સ્પે ડોકટર બનાવની ઈચ્છા છે.તે પોતાની સફ્ળતા અંગે કહે છે કે ,ધો.12 સાયન્સની પરીક્ષામાં ગોલ અગાઉથી નક્કી કરી લીધો હતો અને એટલે શરૂઆતથી જ સ્માર્ટ વર્ક કરતી હતી અને દરરોજનો આઠ કલાક ગહનતા અભ્યાસ કરતી હતી.વહેલા ઊઠવાને ને બદલે મોડી રાત સુધી જ કઠોર મહેનત કરતી હતી, સ્કૂલમાં રોજેરોજ અભ્યાસ ,ઘરે તેનું રિવિઝન અને આઠ કલાક ટેક્સ બુકના હાર્ડ વર્કના અભ્યાસના લીધે જ તેણીએ આ જ્વલંત સફળતા મેળવી છે.તેણી પણ વગર ટ્યુશને આ સિદ્ધિ મેળવી છે.
- text
સિદ્ધિ એને જ વરે જે પરસેવે રેબઝેબ ન્હાઈ : કુણાલ
નવયુગ સ્કૂલના ત્રીજા નંબરે આવેલ વિદ્યાર્થી છગાણી કુણાલ અજયભાઇ તેમના પિતા લાતી પ્લોટમાં ફોટા ફ્રેમ અને ગ્રીફ્ટ આર્ટિકલનું કારખાનું ધરાવે છે.તેણે ધો 12 સાયન્સની પરીક્ષામાં 99.97 પીઆર સાથે 94 ટકા મેળવ્યા છે.તે પોતાની સફળતા અંગે કહે છે કે ,ગોલ અગાઉથી જ નક્કી કરીને રોજેરોજ સ્કૂલે ભણાવેલો અભ્યાસનું ઘરે જઈને રવીજન કરી લેવું અને કોર્સ બદલાય તો પાઠ્ય પુસ્તક આધારિત જ વાંચવું તેમજ જુદા જુદા વિષયના ટાઈમ ટેબલ ગોઠવીને દરરોજ 12 કલાકનું હાર્ડ વર્ક કરતો અને આ રીતે કઠોર મહેનત કરીને સફળતા મેળવી છે.તેને અભ્યાસ ઉપરાંત પ્યાનો અને ગિટાર વગાડવાનો અને ગીત ગાવાનો શોખ છે.તેને આગળ એન્જિનિયર બનાવની ઈચ્છા છે તેમજ પિતાનું આઈએએસ બનાવવાનું સ્વપ્ન પણ સાકાર કરવાની તમન્ના છે.
- text