હળવદ : પરપ્રાંતીય શ્રમિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ

- text


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો દ્વારા રોટી સેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરવામાં આવી : શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા સતત સેવાયજ્ઞ ચાલુ

હળવદ : કોરોના અને લોકડાઉનના સમયે પોતાના વતન જવા માટે તત્પર શ્રમજીવીઓ મોરબી અને હળવદના આસપાસના વિસ્તારો માંથી હળવદના જિન વિસ્તારમાં આવી પહોંચ્યા છે ત્યારે આ શ્રમજીવીઓને ભૂખ્યા સૂવું ન પડે તે માટે હળવદની વિવિધ સંસ્થાઓએ ભેગા મળી અને સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો રોટીસેવા થકી ઘરે-ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરી હતી.

- text

લોકડાઉન શરું થયું ત્યારથી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા પણ સતત ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હળવદ નગરપાલિકા દ્વારા પીવાના પાણી ન ટેન્કર સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના જનતા ફૂડ મોલ દ્વારા તમામ શ્રમજીવીઓ માટે ભોજન વ્યવસ્થામાં મદદ મળી રહી છે. ત્યારે આ મહામારીમાં સર્વે લોકો પોતાનું યોગદાન આપી અને કોરોના સામેની લડાઈમાં જીત મળે અને એ દરમિયાન કોઈને ભૂખ્યું સૂવું ન પડે તે માટે પ્રયત્નશીલ છે અને સેવાકાર્યમાં નિમિત બની રહ્યા છે.

- text