- text
મોરબી : સામાન્ય રીતે, એવું જોવા મળતું હોય છે કે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરતા હોય છે. પરંતુ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી એ લોકોના જીવન પર ઘણો પ્રભાવ પાડ્યો છે. ત્યારે હંમેશા એકબીજાની વિરુદ્ધમાં રહેતા રાજકીય પક્ષોએ કોરોના અંગે વિડિઓ કોન્ફ્રરન્સ કરીને સાથે મળી કામ કરવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
- text
ગઈકાલે તા.12 મેના રોજ ગત ટમૅની મોરબી નગરપાલિકા વોડૅ નં.૭ ની ચુંટણી લડેલા તમામ ભાજપ-કોંગ્રેસ-અપક્ષના ઉમેદવારોએ સંયુકત વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી હતી. તેઓએ મિટિંગમાં જે-તે વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા વ્યકત કરી હતી. તેમજ દરેક વિસ્તારના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ કોઈ બહારનો વ્યક્તિ જે તે વિસ્તારમાં આવે તો તેની તંત્રને જાણ કરવા અપીલ કરી હતી. તથા પોતાના વિસ્તારમાં સફાઈ રાખવા લોકોને જાગૃત કરવા માટે ચચૉ કરી હતી. સાથેસાથે આ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં સૌ સાથે મળી દરેક વોડૅ કોરોનામુકત રહે તે માટે જે કરવું પડે તે સાથે મળીને કરશું. તેવી ખાતરી આપવામાં આવી હતી.
- text