મોરબી પાલિકા દ્વારા આંશિક સીટી બસ સેવા શરૂ કરાઈ

- text


મોરબી : ગ્રીનઝોનમાં મોરબી શહેરનો સમાવેશ થયો હોય કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ અમુક સેવાઓ શરુ કરવામાં આવી છે. જેમાં શહેરની અંદર આંતરિક પરિવહન માટેની સીટી બસની સેવાનો આજથી પ્રારંભ થયો છે.

મોરબી શહેરમાં આજે બુધવારથી સીટી બસ સેવા શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. સોશિયલ ડીસ્ટન્સના નિયમના ચુસ્ત પાલન સાથે આજથી આંતરિક પરિવહન માટે સીટી બસ સર્વિસનો પ્રારંભ થયો છે. ચીફ ઓફીસર કલ્પેશ ભટ્ટ તેમજ બસ સેવા સાંભળનાર અશોકભાઈ જોશીએ આ અંગે વધુ માહિતી આપતા જાણવ્યું હતું કે હાલના તબક્કે સીટી બસના માત્ર 2 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એક રૂટ સામા કાંઠે ગાંધીચોકથી મહેન્દ્રનગર ચોકડી સુધી અને એક રૂટ લજ્જાઈ ચોકડી સુધી શરૂ કરવામાં આવ્યો છે.

- text

આ વ્યવસ્થામાં ગાંધીનગરથી છેક મહેંદ્રચોકડી સુધી 10 રૂપિયા ફિક્ષ ભાડું તેમજ રસ્તામાં ચડતા ઉતરતા પ્રવાસીઓનું 05 રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે. સીટી બસની હાલની 25 પેસેન્જરની ક્ષમતા સામે 15 પેસેન્જરને બેસાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ ડીસ્ટન્સની જાળવળીને લઈને મોટા ભાગના રીક્ષા ચાલકો ઓવર પેસેન્જર બેસાડે છે અને અંતર પ્રમાણે 20થી લઈને 40 રૂપિયા ભાડું પેસેંજર દીઠ વસુલે છે ત્યારે મોરબીવાસીઓ માટે આ બસ સેવા હાલ આશીર્વાદરૂપ બની રહેશે.

- text