લાલપરમાં આરોગ્ય કેન્દ્ર પર મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરાઇ

- text


મોરબી : હાલ કોરોના વાઇરસ સંદર્ભે દેશમાં છેલ્લા 40થી વધુ દિવસથી લોકડાઉન છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ રાજ્યમાં વસતા પરપ્રાંતીય લોકોને પરમિશન લઈ વતન જવા માટે છૂટ આપેલ છે. ત્યારે ઉદ્યોગ નગરી મોરબીમાં વસતા પરપ્રાંતિય લોકોનો પોતાના વતન જવા માટે ઘસારો જોવા મળ્યો છે. જિલ્લાના બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે મોટી લાઈનો લાગી છે.

- text

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લાલપર ખાતે રોજના આશરે 2000 પરપ્રાંતિય લોકો ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા આવે છે. ત્યારે લાલપર ગામના આગેવાનો કમલેશભાઈ વિલપરા, મુકેશભાઈ આદ્રોજા, રમેશભાઈ વાંસદડીયા, પ્રવીણભાઈ ઓગણજા, વિપુલભાઈ બરાસરા તથા લાલપર ગામ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 5 દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે ખડેપગે રહીને મદદ કરવામાં આવી રહી છે. તેમજ રોજના 1000 પરપ્રાંતીય લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી, પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડો. એચ. પી. વાંસદડીયા દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

- text