- text
મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે તંત્રની પરમિશન વિના યુવક મુંબઈથી મોરબી આવી ગયો હોવાની ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવેલ છે.
- text
દેશના કોરોના હોટ સ્પોટ એવા મુંબઈના વાસી વિસ્તારમાં રહીને પ્રશાંત જવેલર્સમાં નોકરી કરતો મોરબીનો યુવક જયદીપભાઈ પ્રવિણચંદ્ર આડેસરા (ઉ.વ. 27) લોકડાઉનના કારણે રહેવા-જમવામાં મુશ્કેલી પડતી હોવાથી નવી મુંબઈમાં માર્કેટ ભરાઈ છે. તેમાં આવતા રાજસ્થાનના ટ્રકમાં બેસીને તે ગુજરાતની બોર્ડર સુધી આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી અલગ-અલગ વાહનોમાં સગવડ કરીને સુરત, વડોદરા, અમદાવાદ, માળિયા થઈને મોરબી સુધી ત્રણ દિવસે તે પહોચ્યો હતો. બાદમાં મોરબીના ઉમિયા સર્કલે ચાલીને આવતા પોલીસને શંકા જતા સીટી એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસે કોરોનાનું સંક્રમણ વધે તેવી ગંભીર બેદરકારી રાખવા બદલ ડિઝાસ્ટર મેન્જમેન્ટ એક્ટ હેઠળ યુવક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.
- text