લોકડાઉનમાં વિદ્યાર્થીઓના ઘરે જઈ ઓનલાઇન શિક્ષણની સમજણ આપતા મોરબી જિલ્લાની સરકારી શાળાના શિક્ષકો

- text


અનેક પ્રકારની અન્ય કામગીરી વચ્ચે પણ લોકડાઉનમાં પોતાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રહે એ માટે ઘરે ઘરે જઈ શિક્ષણ કાર્ય કરાવતા ગુરુજનો

મોરબી : હાલમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 45 દિવસથી શાળાઓમાં અનઅધ્યયન છે ત્યારે શિક્ષકોને આરોગ્ય વિભાગ તરફથી રેપીડ સર્વેની કામગીરી, મામલતદાર તરફથી સસ્તા અનાજની દુકાન પર હાજર રહી રેશન કાર્ડધારકોને બે વખત અનાજ વિતરણની કામગીરી, તેમજ રેશનકાર્ડ ધારકોના બેન્ક એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરવાના હોય એક એક શિક્ષકે ફક્ત ત્રણ જ દિવસમાં 400 જેટલા રેશન કાર્ડધારકોના ઘરે ઘરે જઈને રેશનકાર્ડ નંબર, આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, બેન્ક હોલ્ડરનું નામ વગેરે માહિતી લખી કમ્યુટર રાઈઝ કરી મામલતદારને પહોંચાડવાની કામગીરી, શાળામાં અભ્યાસ કરતા બાળકોને ત્રણ ત્રણ વખત મધ્યાહ્નન ભોજન અંતર્ગત અનાજ વિતરણ ત્રણ ત્રણ વખત એમ.ડી.એમ.ફૂડ સીકીયુરિટીની રકમ દરેક વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરવી વગેરે અનેકવિધ કામગીરી કરવાની હોય છે.

- text

આ કામગીરી વચ્ચે પણ પોતાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ માટે અવાર નવાર ઘરે ઘરે જઈ જી.સી.ઈ.આર.ટી તરફથી આવતો ‘પરિવારનો માળો, સલામત રહો, શીખતાં રહો’ તેમજ અઠવાડિયા માટે અપાતું ઘરલેશન હું જાણું…અંતર્ગત ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, સમાજ, સંસ્કૃત, અંગ્રેજી દરેક વિષયો માટેનું હોમવર્ક બાળકો સુધી સતત પહોચાડ્યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓએ હોમવર્ક કર્યું છે કે નહીં એ ચેક કરવા શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે અવારનવાર ગયા અને જે વિદ્યાર્થીઓને એન્ડ્રોઇડ ફોન વાપરતા આવડતો ન હોય, લિંક ખોલતા આવડતું ન હોય એની વ્યવસ્થિત સમજ આપી તેમજ ઘણા બધા શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી મોરબી જિલ્લાના સરકારી શાળાના શિક્ષણને સતત જીવંત અને ધબકતું રાખવા બદલ તેમજ મોરબી જિલ્લાના તમામ શિક્ષકો દ્વારા રૂ. બાવન લાખ જેટલી માતબર રકમ મુખ્યમંત્રીના રાહત ફન્ડમાં આપવા બદલ મયુર એસ. પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ શિક્ષકોને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા છે.

- text