માળીયા (મી.) તાલુકામાં CCIને ખેતપેદાશોની ખરીદીની મંજુરી આપવા માંગ

- text


માળીયા (મી.) : માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા CCI દ્વારા ખરીદીની મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ મોડા સુધી ચાલુ રહેવાથી માળીયા તાલુકામાં 80% કપાસ ખેડૂતોના ઘરમાં પડી રહેલ છે. આથી, માળીયા તાલુકામાં જીનિંગ મિલમાં સી.સી.આઇ.ની મંજૂરી આપવામાં આવે તેવી અપીલ કરાઈ છે. હાલ ટંકારામાં 2 સેન્ટરમાં મંજૂરી છે પણ તે માળિયા તાલુકાથી 85 કિલોમીટર દૂર થતું હોવાથી ખેડૂતોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને હાલ ખેડૂતોના ઘરમાં પડેલ કપાસમાં ઝેરી જીવાતો કરડવાથી ખેડૂતોના પરિવારને સ્વાસ્થ્યને નુકસાન કરે છે. હાલ કૃષિ ધિરાણની વસુલાત હોવાથી ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય છે. આથી, તાત્કાલિક માળીયા તાલુકામાં CCI મંજૂરી આપવા માંગ કરી છે. તેમજ CCIની ખરીદીમાં A D C એવા ત્રણ ગ્રેડમાં ખરીદી થાય તેવો અનુરોધ કરાયો છે.

- text