- text
મોરબી : ઇન્ટરનેશનલ હ્યૂમન રાઇટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવેલ છે.
આ રજુઆતમાં જણાવેલ છે કે હાલમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનમાં લોકોને એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ જવા દેવામાં આવતા નથી. પરંતુ હાલમાં ગુજરાતમાં ઘણા રાજ્યોમાથી લોકો રોજી રોટી માટે મોરબી આવેલ છે. હાલમાં કોઈ કામ ધંધા નથી અને બિલકુલ ફ્રી છે. તેવા મજૂરો કે જે તેના વતનમાં જવા માગે છે. તેઓને જેમ હમણાં સુરતમાથી અન્ય રાજ્યોના મજૂરોને જવા દેવામાં આવેલ છે. તેવી જ રીતે સમગ્ર રાજ્યમાથી તેઓને તેની મેડિકલ તપાસ કરીને જવા દેવામાં આવે તેવી માગણી કરાઈ છે.
- text
વધુમાં, રજુઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં કોઈ કામ ધંધા ન હોવાથી તેમજ અન્ય રાજ્યોના મજૂરોને તેઓના પરિવારના લોકો તેના વતનમાં હોવાથી તેઓ માનસિક ત્યાં જવા માટે આતુર છે. અને જવા ના મળતું હોવાથી માનસિક રીતે બીમારીનો ભોગ બને છે. આવા સંજોગોમાં નબળી માનસિકતાવાળા મજૂરો અજુગતા પગલાં ભરી લે તેવી શક્યાઓ છે. મોરબીમાં આવા બે બનાવો બનેલ છે. એક માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ પાસે અને એક પીપળી રોડ પર જે મજૂરોએ આત્મઘાત કરેલ છે. તે કદાચ આવા કારણે તો નથી ને? આની પાછળનું કારણ પણ જાણવું જરૂરી છે. તો આ બાબતે યોગ્ય વિચારણા કરીને યોગ્ય આયોજન ગોઠવીને મજૂરોને વતનમાં જવા દેવા માટે મંજૂરી આપવા અપીલ કરાઈ છે.
- text