- text
ઓફિસમાંથી ઇલેક્ટ્રિક સાધનો ચોરી તસ્કરો ફરાર
માળીયા (મી.) : માળીયા (મી.)ના વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાની ઓફિસમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક સાધનો ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ બનાવની માળીયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી ચોરોની શોધખોળ આદરી છે.
ગત તા. 24થી 26ની વચ્ચે વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ ૩૨ ઈંચનુ એલ.સી.ડી ટી.વી., ટેકસાસ કંપનીનુ તથા સરકારી DTH સેટ ઓફ બોક્ષ સાથે જેની કીંમત રૂ. ૫૦૦૦/-, આહુજા કંપનીનુ મોડેલ નંબર SSB 80DFM એમપ્લીફાયર તથા વાયરલેશ માઈક તથા વાયરવાળુ માઈક સાથેનુ જેની કિ. રૂ.૫૦૦૦/- તથા સી.સી.ટી.વી. વિડીયો રેકોર્ડર હાર્ડડિસ્ક સાથેનુ જેની કી.રૂ. ૩૦૦૦/-, એમ કુલ કિ. રૂ. ૧૩૦૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી હતી.
- text
ગઈકાલે તા. 27ના રોજ શાળાના શિક્ષક વિનુભાઇ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ. 31)એ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text