- text
બન્ને પક્ષે પાંચ-પાંચ કુટુંબીઓની ઉપસ્થિતિમાં આર્યસમાજ વિધીથી નવયુગલએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ટંકારા : વણજોયા મુહૂર્ત એટલે અખાત્રીજના દિવસે અનેક નવયુગલ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનની શરૂઆત કરે છે પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે લોકડાઉનને કારણે સમુહ લગ્ન અને અન્ય લગ્નોની તારીખો પાછી ઠેલાણી છે પરંતુ હાલમાં લગ્ન પાછા ન ઠેલવવા પડે એ માટે તંત્ર દ્વારા શરતોને આધિન મંજૂરી આપ્યા બાદ ટંકારામા જીલ્લા કલેકટરની મંજુરી તળે પ્રથમ લગ્નોત્સવ શરતોને આધિન અગ્નિની સાક્ષીએ આર્ય સમાજ વિધીથી ઉજવાયો હતો.
- text
જેમા ટંકારાના વાધગઢના નિવાસી બારૈયા હસમુખભાઇના પુત્ર ચિ. ધવલના લગ્ન દેવડીયા નિવાસી ભાલોડિયા દિનેશભાઈની પુત્રી ચિ. મિરલ સાથે આર્યસમાજ વિધિ દ્વારા ટંકારા ખાતે બંને કુટુંબના પાંચ-પાંચ સભ્યોના આશીર્વાદથી માસ્ક પહેરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. નવયુગલએ કોરોના સામે જંગ લડી રહેલ તંત્રની કામગીરીને બિરદાવી રાજીપો પણ વ્યક્ત કર્યો હતો.
- text