મોરબીના નવરચના સ્ટોન દ્વારા શહેરના માર્ગો માટે સૅનેટાઇઝર મશીન બનાવી નગરપાલિકાને અર્પણ

- text


2.25 લાખના ખર્ચે બનાવેલા આ અનોખા મશીનથી સૅનેટાઇઝિંગની કામગીરી ઝડપી અને સરળ બનશે

મોરબી : હાલમાં કોરોના વાયરસથી સાવચેતીના પગલાંરૂપે મોરબી નગરપાલિકા દ્વારા જાહેર રોડ-રસ્તા, વિવિધ સ્થળો સહીત સમગ્ર મોરબીમાં સૅનેટાઇઝિંગની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સૅનેટાઇઝિંગ માટે ઉપયોગમાં લેવાતું મશીન ફેરવવું પડે છે. જેમાં પણ શ્રમ અને સમયનો વધુ ખર્ચ થાય છે. ત્યારે મોરબીના નવરચના સ્ટોન દ્વારા તે સમસ્યાના નિવારણ અર્થે અનોખું કારગર વિશાળ મશીન બનાવી નગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યું છે.

મોરબીના નવરચના સ્ટોનના રાધેભાઈ દ્વારા નગરપાલિકાને સહાયરૂપ બનવાના હેતુથી 2.25 લાખના ખર્ચે સૅનેટાઇઝર મશીન બનાવવામાં આવ્યું છે. આ સૅનેટાઇઝર મશીનની મુખ્ય વિશેષતા એ છે કે મશીન એક જ જગ્યાએ રાખી તેના દ્વારા ચોતરફ સૅનેટાઇઝિંગ કરી શકાય છે. મશીનને વારે-વારે ચલાવવું પડતું નથી. આથી, શ્રમ અને સમયની બચત થઇ શકે તેમજ સરળતાથી સૅનેટાઇઝિંગની કામગીરી થઇ શકે છે.

- text

સામાન્ય રીતે, લોકડાઉનમાં જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા માટે લોકો બહાર નીકળતા હોય ત્યારે મુખ્ય રસ્તાઓ પર વધુ અવરજવર રહેતી હોય. તેથી, મુખ્ય રસ્તાઓ પર વારંવાર સૅનેટાઇઝિંગ કરવું પડે છે. જે આ મશીનથી ઝડપથી થાય છે. ગઈકાલે રાત્રે પ્રથમવાર મોરબીના મુખ્ય રસ્તાઓ પર નવરચના સ્ટોન દ્વારા બનાવેલા મશીનથી સૅનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તથા નવરચના સ્ટોનવાળા રાધેભાઈ હાજર રહ્યા હતા. ગઈકાલે આ મશીનથી કરવામાં આવેલ સૅનેટાઇઝિંગ સફળ રહ્યા બાદ નગરપાલિકા દ્વારા હવેથી આ મશીનથી સૅનેટાઇઝિંગની કામગીરી કરવામાં આવશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text