મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિને આજે એક વર્ષ પૂર્ણ

- text


મોરબી : ‘મારુ મોરબી, સ્વચ્છ મોરબી’ સૂત્ર હેઠળ કાર્યરત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં જોડાઈને 200થી વધુ સભ્યો મોરબીને સ્વચ્છ બનાવવા માટે કમર કસી રહ્યા છે. આજે તા. 28 એપ્રિલના રોજ સમિતિએ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો છે. એક વર્ષ દરમિયાન સમિતિએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સફાઈ અભિયાન આદરીને જે તે સ્થળોને ચોખ્ખાચણાક બનાવ્યા છે.

- text

આ તકે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ એ તેમના સભ્યોને અભિયાનમાં જોડાઈ અભિયાનને સફળ બનાવવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત સમિતિએ સ્વચ્છતા સંદેશ દરેક મોરબીવાસીઓ સુધી પહોંચાડવા બદલ પત્રકારોનો, અભિયાનને વેગ મળે તે માટે સેમીનારનું આયોજન કરવા બદલ શાળા અને કોલેજના સંચાલકોનો, અભિયાનને સહાયરૂપ બનવા માટે નગરપાલિકાનો, સમિતિનું જાહેર કાર્યક્રમમાં સન્માન કરવા બદલ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા અભિયાનમાં સહયોગ આપી સ્વચ્છતા રાખવા બદલ મોરબીવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. સમિતિ દ્વારા શહેરીજનોને ભવિષ્યમાં પણ મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવેલ છે.

- text