- text
મોરબી : ગત રવિવારે ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફેસબૂક પર લાઈવ વાતચીત કરી મોરબીવાસીઓને ખાસ સંદેશો પાઠવ્યો હતો. અને મોરબી જિલ્લાને કોરોનામુક્ત બનવા બદલ હર્ષભેર અભિનંદન પણ પાઠવ્યા હતા. ત્યારે આજે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની અને સામાંકાંઠાની શાક માર્કેટની ગાઈડલાઇન વિજય રૂપાણી દ્વારા ટ્વીટર પર જાહેર કરી પ્રશંસા કરી હતી.
મોરબીમાં લોકડાઉનમાં પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોરબી એસપી કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ એ ડિવિઝન, બી ડિવિઝન સહિતના તમામ પોલીસ સ્ટેશનમાં મોરબી એસપી રૂબરૂ જઈને ચેક કરી રહ્યા છે. ત્યારે મંજૂરી આપવામાં આવેલ જગ્યાઓએ કોઈ ભીડભાડ ન થાય અથવા લોકડાઉનનો ભંગ ન થાય એ માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શાક માર્કેટને થોડા દિવસ પહેલા જ વ્યવસ્થાના ભાગરૂપે મોરબી સીટી પરેડ ગ્રાઉન્ડ ખાતે ખસેડી અને સોશ્યલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે એ રીતે ગોઠવણી કરી દેવામાં આવી છે. તેમેજ સામાંકાંઠે પણ ગોપાલ સોસાયટી પાસેની શાકમાર્કેટ માટે સોશિયલ ડિસ્ટન્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
- text
જેની પ્રશંસા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ કરવામાં આવી છે. મોરબીના પરેડ ગ્રાઉન્ડના અને સામાંકાંઠાની શાકમાર્કેટના ફોટા સાથે ટ્વીટર પર ટ્વીટ કરી કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે જ મોરબી પોલીસ અને વહીવટી વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના બપોરના એક વાગ્યા સુધી ચાલુ રાખ્યા બાદ ખુદ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ જાતે નીકળી અને લોકોને લોકડાઉનનું પાલન કરવા અને જાહેરનામાંનું પાલન કરવા સૂચનાઓ આપે છે.
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text