ટંકારાનો જર્જરિત ત્રિવેણી પુલનું ચોમાસા પહેલાં રીપેરીંગ જરૂરી

- text


દર વર્ષે ચોમાસામાં પુલની ખરાબ થતી હાલત : આગામી ચોમાસા પહેલા પુલનું યોગ્ય સમારકામની ખેડૂતોએ માંગ ઉઠાવી

ટંકારા : ટંકારાના ત્રિવેણીનો પુલ છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસે તૂટી જાય છે. આખુ વર્ષ ખેડૂતોએ જાતે રિપેરિંગ કરી કામ ચલાવ્યું હતું. પણ દર વર્ષે ચોમાસામાં આ પુલની જર્જરિત હાલત થઈ જતી હોવાથી હવે આગામી ચોમાસા પહેલા સંબધિત વિભાગ પાકુ પુલિયુ લોક ડાઉન બાદ તાકીદે હાથમા લે તેવી ધરતી પુત્રોએ માગણી કરી છે.

ટંકારા ગામના મોટાભાગના ખેડૂતોની જમીન જ્યાં આવેલી છે, તે ઉગમણી દિશામાં જવા માટેનો ત્રિવેણી પુલ બે વર્ષ થી ચોમાસામાં તૂટી જાય છે. જોકે ખેડૂતો જે તે સમયે જાત મહેનત જીંદાબાદ કરી થિગડા મારી ગાડુ ગબડાવ્યું હતું પરંતુ આગામી ચોમાસા પુર્વે આ પુલયુ પાકુ બનાવવાની માંગ પ્રબળ ઉઠી છે.

- text

ટંકારાના મોટા ભાગની જમીન ઉગમણી સિમે આવેલી હોય ડેમી નદીને ઓળંગી પોતાના ખેતરે જવુ પડે છે ત્યારે ટંકારામા આવેલા મુશળધાર વરસાદે પુલના પોપડા ઉખાડી ફેંકી દીધા હતા. ત્યારે તંત્ર આખુ વર્ષ વિતી ગયા છતા જવાબદારો ન ડોકાતા હોય ખેડુત પુત્રોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘણા સમયથી આ મુશ્કેલીઓ વઠેતા ખેડૂતો તંત્ર પર આશા રાખવાનો બદલે પોતાના ખિસ્સા ખર્ચ ભેગા કરી પુલ રીપેર કરવા મજબૂર બન્યા હતા અને જાત મહેનત જીંદાબાદ કરી પુલને રીપેરીંગ કરી પણ નાખ્યો હતો.જે હાલ પણ માટીને કારણે રસ્તો ખરાબ થઈ ગયો છે. તેથી, હવે ચોમાસુ શરૂ થાય એ પહેલાં અને કોરોના મહામારીનો લોકડાઉન ઉઠી ગયા બાદ પુલને રીપેરીંગ કરવાની ધરતી પુત્રોએ માંગણી કરી છે.

- text