- text
માળીયા (મી.) : મૂળ ટંકારાના અને હાલ માળિયાનાં કુંતાસી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બેચરભાઈ ગોધાણીએ લોકડાઉન જાહેર થયું ત્યારથી દરરોજ 7 થી 8 કલાક મહેનત કરી બાળકો માટે ડિજીટલ સાહિત્યનું નિર્માણ કરીને પોતાની શાળાનાં ઉપરાંત ગુજરાતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં અન્ય બાળકો સુધી પહોચાડ્યું છે. જેથી બાળકો ઘર બેઠા અભ્યાસ કરી શકે. આ શિક્ષક દ્રારા તૈયાર કરવામાં આવેલ સાહિત્ય વિડીયો, પિડીએફ, ફ્લિપબુક, પીપીટી એમ અલગ-અલગ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે જીસીઈઆરટી ગાંધીનગર દ્રારા પણ આ પ્રકારનું સાહિત્ય નિર્માણ કરી શિક્ષકો મારફતે બાળકો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવે છે ત્યારે આ શિક્ષકે જાતે જ મહેનત કરીને સાહિત્ય બનાવ્યું તેમજ યુ ટ્યુબ ચેનલ અને ગુગલ ડ્રાઇવ પર અપલોડ કરી બાળકો સુધી પહોંચતું કર્યું છે. આ ઉપરાંત બેચરભાઈ ઝૂમ એપનાં ઉપયોગથી ગુજરાતનાં અન્ય જિલ્લાના શિક્ષકો સાથે વિડીયો મીટીંગ યોજી આ પ્રકારનું સાહિત્ય કઈ રીતે બનાવી શકાય તેનુ માર્ગદર્શન પણ આપે છે.
યુ ટયુબ ચેનલ લિંક
https://www.youtube.com/channel/UCtQA36djHmh2ySP78m5xHQg
- text
ગૂગલ ડ્રાઇવ લિંક (સાહિત્ય ડાઉનલોડ કરવાં માટે)
https://drive.google.com/folderview?id=1gdU6-5rFhDML2CYH6piXlK2CcIxKKz-x
- text