મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસેના એટીએમ મશીનો બંધ

- text


લોકડાઉનની શરૂઆતથી જ એટીએમ મશીનો બંધ હોવાથી સ્થાનિકોને પડતી મુશ્કેલી

મોરબી : મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસેના 3 એટીએમ મશીનો બંધ હાલતમાં છે. લોકડાઉનની શરૂઆતથી જ એટીએમ મશીનો બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી મુકાઈ ગયા છે. સામાકાંઠાના રહીશો માટે આ મહત્વના એટીએમ મશીન હોય છતાં જવાબદારો આ ગંભીર બાબતે ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

લોકડાઉનમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.ખાસ કરીને લોકોને આ કપરા સમયમાં નાણાકીય અગવડતા ન પડે તે માટે બેન્ક સેવા અને એટીએમ મશીનો ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ મોરબીમાં સામાકાંઠે ઉલ્ટી ગંગા જોવા મળી છે.સામાકાંઠાના રહીશોની ફરિયાદ મુજબ જ્યારથી લોકડાઉન લાગુ થયું ત્યારથી જ મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસેના આવેલ 3 એટીએમ મશીનો બંધ હાલતમાં છે. જ્યારે સામાકાંઠાના ગેંડા સર્કલ અનેત્રાજપર ચોકડી બન્ને બાજુ રસ્તો બંધ હોવાથી આ એટીએમ મશીન મહત્વનું છે. પણ લોકડાઉનની શરૂઆતથી જ અહીં એટીએમ મશીન બંધ હોવાથી કપરા સમયમાં સ્થાનિક લોકોને નાણાકીય અગવડતા પડી રહી છે. છતાં કોઈ ધ્યાન આપતું નથી. તેથી, સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના કપરા કાળમાં સ્થાનિક લોકોને નાણાકીય મુશ્કેલી ન પડે તે માટે જવાબદાર તંત્ર વહેલી તકે આ એટીએમ મશીન ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે.

- text